સ્વાદિષ્ટ સેવ ડુંગળીનું શાક આ રીતે ઘરે બનાવો - Sandesh
  • Home
  • Featured
  • સ્વાદિષ્ટ સેવ ડુંગળીનું શાક આ રીતે ઘરે બનાવો

સ્વાદિષ્ટ સેવ ડુંગળીનું શાક આ રીતે ઘરે બનાવો

 | 10:30 am IST

ગુજરાતીઓ અલગ -અલગ પ્રકારની વાનગીઓમાં ગુજરાતી ટ્વિસ્ટ ઉમેરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.તો આજે અમે તમારા માટે વધુ એક ગુજરાતી વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ તે ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સેવ ડુંગળીનું શાક..

સામગ્રી
1 કપ – રતલામી સેવ
1/2 કપ – ટામેટા (સમારેલા)
1 કપ – ડુંગળી (સમારેલી)
1 ચમચી – લસણ
1 નાની ચમચી – આદું (પીસેલું)
1 નંગ – લીલું મરચું (સમારેલા)
2 ચમચી – તેલ
1/2 ચમચી – રાઇ
1 ચપટી – હીંગ
1/2 ચમચી – હળદર
1/2 ચચમી – ધાણાજીરૂ
1 ચમચી – લાલ મરચું
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો અને તેમા રાઇ ઉમેરો. રાઇ ચટકે એટલે તેમા હીંગ, આદું, લસણ અને લીલા મરચા ઉમેરી દો. હવે તેમા ડુંગળી ઉમેરીને સાંતળી લો. ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા હળદર, ધાણા જીરૂ, લાલ મરચું અને મીઠું ઉમેરીને 2 મિનિટ સુધી ચઢવા દો. હવે તેમા ઝીણા સમારેલા ટામેટા ઉમેરીને નરમ થાય ત્યાં સુધી ચઢવા દો. ત્યાર પછી તેમા રતલામી સેવ ઉમેરો અને ગરમા-ગરમ સર્વ કરો. તૈયાર છે સેવ ડુંગળીનું સ્વાદિષ્ટ શાક.. તેને તમે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો. આ વાતનું ધ્યાન રાખો કે ગેસની આંચ બંધ કરીને શાક સર્વ કરતા સમયે તેમા સેવન ઉમેરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન