બાળકો ફટાફટ ખાઇ જશે, જો આ રીતે ઘરે જ બનાવશો સોયા સ્ટિક – Sandesh
NIFTY 10,447.90 -97.60  |  SENSEX 33,981.65 +-315.82  |  USD 64.0700 +0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • બાળકો ફટાફટ ખાઇ જશે, જો આ રીતે ઘરે જ બનાવશો સોયા સ્ટિક

બાળકો ફટાફટ ખાઇ જશે, જો આ રીતે ઘરે જ બનાવશો સોયા સ્ટિક

 | 12:43 pm IST

નાના બાળકોથી લઇને મોટા લોકોને પણ સોયા સ્ટિક ખૂબ પસંદ હોય છે. પરંતુ આ સોયાસ્ટિક બજારમાંથી ખરીદીને ખાધી હશે. પણ શુ તમે ક્યારેય ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે. જો ના કર્યો હોય તો આજે અમે તમને ઘરે સોયાસ્ટિક કેવી રીતે બનાવવી તે અંગે જણાવીશુ.સોયા સ્ટિક બનાવવામાં ખૂબ સહેલી છે. તેમજ તે સ્વાદમાં પણ ખાસ હોય છે. સોયાબીનને સોયાબીનના લોટ અને ચણાના લોટના મિશ્રણથી બનાવવામાં આવે છે.

સામગ્રી
1/2 કપ – સોયાબીનનો લોટ
1/2 કપ ચણાનો લોટ
1 નાની ચમચી – લાલ મરચું
1/4 નાની ચમચી – હળદર પાઉડર
1/2 નાની ચમચી – ધાણા પાઉડર
1/4 ચમચી – કાળામરી પાઉડર
2 ચપટી – બેકિંગ સોડા
સ્વાદાનુસાર – મીઠું
1/2 ચમચી – જીરૂ અને અજમો
તરવા માટે – તેલ
લોટ બાંધવા માટે – પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં સોયાબીનનો લોટ, ચણાનો લોટ, લાલ મરચું. હળદર , ઘાણા પાઉડર, કાળામરી પાઉડર, જીરૂ, અજમો, બેકિંગ સોડા, મીઠું અને 2 મોટી ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડુ-થોડું પાણી ઉમેરી લોટને બરાબર નરમ બાંધી લો. હવે લોટને 10 થી 15 મિનિટ ઢાંકીને મૂકી દો. તે બાદ હથેળીમાં તેલ લગાવી લોટને ફરીથી ગુંદી લો અને નરમ કરી લો. હવે મિડિયમ આંચ પર કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. હવે સોયાસ્ટીક બનાવવા માટે તેના મશીનમાં માપ અનુસાર લૂઆ બનાવીને મશીનમાં ઉમેરો. હવે ચકરી મેકરને ગોળ ગોળ ફેરવતા સેવની જેમ સોયાસ્ટિક બનાવો. સોયાસ્ટિક બ્રાઉન થાય એટલે તેને તેલમાંથી બહાર નીકાળી દો. તૈયાર છે સોયા સ્ટિક નમકીન.. સોયાસ્ટિકને તમે ચા અને કોફી સાથે પણ સર્વ કરી શકો છો તેમજ બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો.