હોટલ જેવું ચટાકેદાર સોયાબીનનું શાક આ રીતે ધરે બનાવો - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • હોટલ જેવું ચટાકેદાર સોયાબીનનું શાક આ રીતે ધરે બનાવો

હોટલ જેવું ચટાકેદાર સોયાબીનનું શાક આ રીતે ધરે બનાવો

 | 6:57 pm IST

સોયાબીન ઘણા પ્રકારની હોય છે. ખાસ કરીને લોકો સફેદ સોયાબીનનો ઉપયોગ કરે છે. સોયાબીન પ્રોટીનનું સર્વોત્તમ સ્ત્રોત છે. સોયાબીનમાં ફાઇબર, કેલ્શ્યિમ, એમીનો એસિડ અને વિટામીન બી 12 ભરપૂર પ્રમાણમાં રહેલા છે. સોયાબીનમાં ખૂબ પોષક તત્વ રહેલા છે. આજે અમે તમારા માટે સોયાબીનની વાનગી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સોયાબીનનું શાક.

સામગ્રી
150 ગ્રામ – સોયાબીન
2 નંગ – ટામેટા
1 નંગ – ડુંગળી
2 નંગ – લીલા મરચાં
1/2 ચમચી – જીરૂ
1 ટપટી – હીંગ
1/4 ચપટી – હળદર
1 ચમચી – આદુની પેસ્ટ
1/4 ચમચી – ગરમ મસાલો
1 ચમચી – ઘાણા પાઉડર
3 ચમચી – તેલ
1 ચમચી – લાલ મરચું પાઉડર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ સૌયાબીનને પાણીમાં ધોઇને અડધો કલાક પલાળી રાખો. હવે સોયાબીન પલળીને ફુલી જશે. હવે ટામેટા, ડુંગળી અને લીલા મરચાંને અધકચરા ક્રશ કરી લો. તે બાદ એક ધીમી આંચ પર એક પેનમાં તેલ ગરમ કરો. હવે તેમા જીરૂ, હીંગ, હળદર, ધાણા પાઉડર અને આદુની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળી લો. હવે તેમા ટામેટા,ડુંગળી અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરો. તે બાદ તેમા લાલ મરચું અને મીઠું ઉમેરીને બરાબર સાંતળી લો. 5 મિનિટ બાદ તેમા પલાળેલા સોયાબીન ઉમેરો. તેને બરાબર મિકસ કરી ઉપરથી ગરમ મસાલો મિક્સ કરો. હવે તેમા 1 ગ્લાસ પાણી ઉમેરી 15 મિનિટ સુધી ચઢવા દો. તે બાદ ગેસની આંચ બંધ કરીને તેને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે ગરમા ગરમ સોયાબીનનું શાક. તેને તમે રોટલી તેમજ પરાઠા સાથે સર્વ કરી શકો છો.