સેક્સ પાવર વધારવા દવાઓ નહીં રોજ ખાઓ આ વસ્તુઓ - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સેક્સ પાવર વધારવા દવાઓ નહીં રોજ ખાઓ આ વસ્તુઓ

સેક્સ પાવર વધારવા દવાઓ નહીં રોજ ખાઓ આ વસ્તુઓ

 | 12:13 pm IST

યૌન ક્ષમતા વધારી પોતાના પાર્ટનરને સંતોષ આપવાની ઈચ્છા દરેક પુરુષને હોય છે. આ કામ કરવા માટે લોકો દવાઓનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે ઘરના રસોડામાં જ હોય છે અને તે યૌન ક્ષમતા વધારે પણ છે.

કોળું
કોળું ખાવાથી યૌન ક્ષમતામાં વધારો થાય છે. કોળું જમતી વખતે પણ ખાઈ શકો છો ઉપરાંત અન્ય ફળની જેમ પણ તેનું સેવન કરી શકો છો.

મકાઈ
સેક્સ લાઈફને સુપર હીટ બનાવવી હોય તો મકાઈનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામીન વધારે પ્રમાણમાં હોવાથી શરીરની ઊર્જાનું સ્તર વધે છે. જેનાથી ઉત્તેજનામાં વધારો થાય છે.

કેળા
કેળામાં વિટામીન બી વધારે પ્રમાણમાં હોય છે. કેળા નિયમિત ખાવાથી યૌન ક્ષમતા વધે છે.

સુકા મેવા
સુકા મેવા ખાવાથી પણ યૌન ક્ષમતા વધે છે તેમાં પણ અખરોટ સૌથી વધારે લાભકારક સાબિત થાય છે. નિમયિત રીતે નિયત માત્રામાં તેનું સેવન કરવાથી શરીરમાં ઊર્જા અને સ્ફુર્તિ જળવાઈ રહે છે.

ચોકલેટ
ચોકલેટ ખાવી નાના-મોટાં સૌ કોઈને પસંદ હોય છે. જો કે ડાર્ક ચોકલેટ ખાવાથી સેક્સ લાઈફમાં સુધારો થાય છે.