ગણતંત્ર દિવસ સ્પેશ્યલ : આ રીતે ઘરે બનાવો તિરંગા ઢોકળા - Sandesh
  • Home
  • Food & Lifestyle
  • ગણતંત્ર દિવસ સ્પેશ્યલ : આ રીતે ઘરે બનાવો તિરંગા ઢોકળા

ગણતંત્ર દિવસ સ્પેશ્યલ : આ રીતે ઘરે બનાવો તિરંગા ઢોકળા

 | 12:00 pm IST
  • Share

આવતી કાલે 26મી જાન્યુઆરી છે. આ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. તેમજ શાળાઓમાં પણ 26મી જાન્યુઆરીની ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવે છે. તો આવો બાળકોને ગમે એવી રેસિપી ટ્રાય કરીશું. આ દિવસે ત્રણ રંગ વાળી ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય તિરંગા ઢોકળા..

સામગ્રી

3 કપ -ઢોકળાનું તૈયાર મિશ્રણ
1/4 કપ – પાલક ગ્રેવી
2 – લીલા મરચા
1 ટૂકડો – આદૂ
1 મોટી ચમચી – ગાજરની ગ્રેવી
1/4 – લાલ મરચું
2 ચમચી – તેલ
1 ચમચી – કોથમીર
1 ચમચી – રાઇ
1 ચમચી – સફેદ તલ
2 ચમચી -ખમણેલું નારિયેલ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ ઢોકળાના તૈયાર મિશ્રણને ત્રણ અલગ અલગ બાઉલ કે વાસણમાં એક સરખાં પ્રમાણમાં વેંચી લો. તે બાદ આદુ અને લીલા મરચાને મિક્સરમાં પીસી લો. લીલા રંગ માટે એક એક વાટકીમાં પાલકની ગ્રેવી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. કેસરી રંગ માટે બીજી વાટકીમાં ગાજરની ગ્રેવી અને લાલ મરચું બરાબર મિક્સ કરો. સફેદ રંગ માટે મિશ્રણમાં કઇ મિક્સ ન કરવું.

દરેક મિશ્રણમાં સ્વાદાનુસાર મીઠુ ઉમેરો. હવે ઢોકળા બનાવવા માટે ત્રણ પ્લેટમાં અલગ અલગ રંગના ઢોકળાનું મિશ્રણ તેલ લગાવીને ઉમેરો. તે બાદ તેને મધ્યમ આંચ પર ઢોકરા બનાવવા ના સ્ટેડમાં ઢોકળા બનાવવા મૂકો.

7-8 મિનિટ બાદ આ પ્લેટને તમે બહાર નીકાળી દો. હવે ઢોકળાને કટ કરી લો. તે બાદ એક પેન લો અને તેમા તેલ ગરમ કરો. તે બાદ તેમા રાઇ અને તલ ઉમેરો. હવે આ વઘારેને ઢોકળા પર નાખો. તે બાદ તેને કોથમીર અને ખમણેલા નારિયેલથી ગાર્નિશ કરો. તૈયાર ઠે તિરંગા ઢોકળા.. આ ઢોકળા તમે ચટણી સાથે સર્વ કરી શકો છો. તેમજ બાળકોને પણ ખાવામાં મજા આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો