માત્ર 15 મિનિટમાં બનાવો ઘરે બનાવો વેજીટેબલ રાઇતું - Sandesh
  • Home
  • Food & Travel
  • માત્ર 15 મિનિટમાં બનાવો ઘરે બનાવો વેજીટેબલ રાઇતું

માત્ર 15 મિનિટમાં બનાવો ઘરે બનાવો વેજીટેબલ રાઇતું

 | 2:27 pm IST

તમે દરરોજ અલગ અલગ શાક ખાઓ છો. તો કેટલાક લોકોને શાકની જોડે દહીં ખાવાની પણ આદત હોય છે. તો આજે અમે તમારા માટે એક અલગ જ વાનગી લઇને આવ્યા છીએ. રસોડામાં કેટલાક એવા શાક હોય છે. જેનાથી આપણે મિક્સ વેજીટેબલ રાયતા બનાવીશું. શાકના ઉપયોગથી તમે એક અલગ વાનગી બનાવી શકો છો. જે ગરમીમાં ખાવાથી પણ ખૂબ ફાયદો થઇ શકે છે.

સામગ્રી
2 કપ – દહીં
1 નંગ – ડુંગળી
1 નંગ – ગાજર
1 નંગ – કાકડી
2 નંગ – લીલા મરચાં
1 ચમચી – જીરૂ
1 ચમચી – ખાંડ
1 ચમચી – કોથમીર
3-4 પાન – ફુદીનો
1 ચમચી – લાલ મરચું
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ ડુંગળી, કાકડી, ગાજર અને ટામેટાને ધોઇ લો. તે બાદ તેને છોલીને એક સરખા ટૂકડામાં કટ કરી લો. હવે કોથમીર અને ફુદીને પણ ઝીણા સમારી લો. મધ્યમ આંચ પર એક પેન ગરમ કરો. હવે તેમા જીરાને શેકી લો. તે ઠંડુ થાય તે બાદ તેને પીસીને તેનો પાઉડર બનાવી લો. હવે એક બાઉલમાં દહીંને બરાબર ફેટી લો અને તેમા શાકની સાથે દરેક સામગ્રી ઉમેરો. તે બાદ તેમા મીઠું. ખાંડ અને લાલ મરચુ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે વેજીટેબલ રાયતા..