આંબલી વગર આ રીતે મિનિટોમાં બનાવો ખાટી-મીઠી ચટણી - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • આંબલી વગર આ રીતે મિનિટોમાં બનાવો ખાટી-મીઠી ચટણી

આંબલી વગર આ રીતે મિનિટોમાં બનાવો ખાટી-મીઠી ચટણી

 | 1:11 pm IST

ખાટી મીઠી ચટણી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેનો ઉપયોગ ચાટ, પકોડી, ભેળ સહિતની વસ્તુઓમાં આપણે આ ચટણીનો ઉપયોગ કરીએ છીએ. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય આંબલી વગર ખાટી મીઠી ચટણી..

સામગ્રી
4 નાની ચમચી – આંબોળિયાનો પાઉડર
1/2 નાની ચમચી – લાલ મરચું પાઉડર
1/2 નાની ચમચી – જીરાનો પાઉડર
1/4 નાની ચમચી – કાળામરી પાઉડર
1 કપ – ખાંડ
1 કપ – પાણી
ચપટી – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ મીડિયમ આંચ પર એક પેનમાં પાણી અને ખાંડ ઉમેરી આશરે 10 મિનિટ સુધી ઉકાળો. તે બાદ તેમા આંબોળિયાનો પાઉડર, લાલ મરચું, જીરાનો પાઉડર, કાળામરી પાઉડર, ખાંડ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. આ ચટણી 5 મિનિટ સુધી ઉકાળો. 5 મિનિટ બાદ આંચ બંધ કરીને ચટણીને ઠંડી થવા માટે મૂકી દો. તૈયાર છે ખાટી મીઠી ચટણી..

નોટ – ચટણીને વધારે સમય ન ઉકાળવી. કારણે ઠંડી થયા બાદ તે ગટ્ટ થઇ જાય છે. જો ચટણી ગરમ થઇ જાય તો તેમા થોડૂંક ગરમ પાણી મિક્સ કરી દો. ચટણીને એક ડબ્બામાં બંધ કરીને ફ્રિજમાં રાખો.