ખાદ્યતેલોમાં રૂ. ૨૫થી ૫૦ સુધીનો આવેલો ઉછાળો - Sandesh
  • Home
  • Business
  • ખાદ્યતેલોમાં રૂ. ૨૫થી ૫૦ સુધીનો આવેલો ઉછાળો

ખાદ્યતેલોમાં રૂ. ૨૫થી ૫૦ સુધીનો આવેલો ઉછાળો

 | 1:51 am IST

રાજકોટ, તા. ૩

હોળાષ્ટક કમુરતા ઊતરવાની સાથે જ કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલ ક્રુડ પામ ઓઈલ અને પામતેલમાં ૧૪ ટકા તેમજ આયાતી ચણા પર ૨૦ ટકા  ડયૂટીનો વધારો કરતા ખાદ્યતેલો અને બેસન ચણા તેમજ ચણાદાળના ભાવમાં ભડકા થયા છે. ખાદ્યતેલમાં રૂ. ૨૫ થી ૫૦ સુધીનો અને ચણા પ્રોડકટમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે.

આજે કેન્દ્ર સરકારે ક્રુડ પામ ઓઈલમાં આયાતી ડયૂટી ૩૦ ટકાથી વધારીને ૪૪ ટકા કરી અને પામઓઈલમાં ૪૦ ટકાથી વધારીને ૫૪ ટકા કરતા બજારમાં ભારે કરંટ આવ્યો હતો. આની અસરે ગુરુવારે લૂઝ પામોલીનના જે ભાવ ૬૫૦ હતા. તેમાં રૂ.૫૦  ભાવ ઉછાળો આવીને ભાવ ૭૦૦  સુધી થયા હતા ગુરુવારે લૂઝ સોયાબીનના ભાવ ૭૩૨ હતા તેમાં રૂ. ૨૦ વધીને ૭૫૧ થયા હતા. ગુરુવારે લૂઝ સિંગતેલમાં રૂ.૮૧૦ના ભાવે કોઈ બલ્ક લેવાલ ન હતુ તેમાં આજે ભાવ ૧૫ રૂ.વધીને ૮૨૫ના ભાવે સૌરાષ્ટ્રમાં ૧૫-૨૦ ટેન્કરના કામ થયા હતા. કપાસિયા વોશમાં પણ રૂ. ૨૦નો વધારો થઈને ૭૦૦ થી ૭૦૩ના ભાવે ૧૦ થી ૧૫ ટેન્કરના વેપાર સૌરાષ્ટ્રમાં થયા હતા. સાઈડતેલોના ઉછાળાના પગલે સિંગતેલમાં પણ રિટેઈલ ભાવમાં ૧૦ થી ૩૦ સુધીનો ઉછાળો આવ્યો હતો. ૧૫ કિલો સિંગતેલ લેબલના ભાવમાં ૧૦ વધીને ૧૪૭૦-૧૪૮૦, ૧૫ કીલો નવા ડબામાં ૩૦ વધીને ૧૫૧૦ થી ૧૫૨૦ ૧૫લીટર લેબલમાં ૨૦ વધીને ૧૩૫૦ થી ૧૩૬૦ અને ૧૫ લીટર નવામાં ૨૦ થી ૩૦ વધીને ૧૩૯૦ થી ૧૪૦૦ ભાવ બોલાયા હતા. ખાદ્યતેલના પ્રમુખ વેપારી અરવિંદભાઈ લોટિયા(શાહ) ના જણાવ્યા મુજબ ડયૂટી વધારાની સાઈડ ઈફેકટમાં કપાસિયા તેલમાં ૧૫ કીલોના ભાવમાં ૪૦ઔરૂ.વધીને ૧૨૧૦ થી ૧૨૪૦ અને ૧૫ લિટરમાં ૪૦ વધીને ૧૧૪૫ થી ૧૧૫૦ ભાવ બોલાયા હતા. જયારે પામોલીનમાં ભાવ વધારા સાથે નવા ભાવ ૧૧૫૦ થી ૧૧૬૦ અને સનફ્લાવરમાં ૧૨૪૦, મકાઈમાં વધીને ૧૨૪૦ થયા હતા.

ચણામાં આયાતી ડયૂટી ૪૦ ટકા હતી. તેમાં વધુ ૨૦ ટકા વધારીને ૬૦ ટકા કરતા તેમાં પણ ૧૦૦ રૂપિયાનો ભાવવધારો થયો હતો. હોલસેલર લક્ષિતભાઈ તન્નાના જણાવ્યા મુજબ બેસનના ભાવ ૪૧૦૦ થી ૪૨૦૦ અને ચણાના ભાવ ૪૦૦૦ થી ૪૧૦૦ તેમજ ચણાદાળના ભાવ ૫૧૦૦ થી ૫૩૦૦ થયા હતા.

;