પગને સુંદર તેમજ આકર્ષક બનાવવા શું કરું? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • પગને સુંદર તેમજ આકર્ષક બનાવવા શું કરું?

પગને સુંદર તેમજ આકર્ષક બનાવવા શું કરું?

 | 1:52 am IST

બ્યુટી ક્વેરી  :- ધારિકા જનસારી

પ્રશ્ન– નમસ્તે, મારી ઉંમર ૧૮ વર્ષની છે. મારી ત્વચા નોર્મલ છે. આજ સુધી મોઢા પર ખીલ નથી થયા કે કોઈ ડાઘ પણ નથી થયા. પરંતુ હમણાંથી મારા મોઢા પર સફેદ ફોલ્લીઓ થાય છે. મહેરબાની કરીને કોઈ ઘરેલુ ઉપચાર જણાવશો?

જવાબ– સામાન્ય રીતે ખીલ ઓઈલી સ્કિન ધરાવતાને થતા હોય છે, અને તમે અહીં જણાવ્યું છે કે તમારી ત્વચા નોર્મલ છે. સામાન્ય રીતે નોર્મલ સ્કીન ધરાવતાને ક્યારેય ખીલ થતા નથી હોતા. કોઈ વાર એવું બનતું હોય છે કે કોઈક એવી વસ્તુ ખાવામાં આવી ગઈ હોય તેના કારણે આડઅસર થતી હોય છે. અથવા એવું પણ બને કે તમે ફેસિયલ કે ક્લીન અપ કરાવ્યું હોય અને તડકામાં બહાર નીકળ્યા હોય, તો ક્યારેક પ્રદૂષણના કારણે પણ આવી ફોલ્લીઓ થતી હોય છે. જેથી તમારે ઘરેલુ ઉપચાર કર્યા પહેલાં કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ. જેનાથી યોગ્ય ઉપચાર થઈ શકે.

પ્રશ્ન– નમસ્તે, મને નેઇલપોલિશનો ખૂબ જ શોખ છે, પરંતુ મને એક વાતનો ડર લાગ્યા કરે છે કે નેઇલપોલિશ કરીશ તો નખ ખરાબ તો નહીં થાય ને! મારા નખ પણ સારા રહે અને નેઇલપોલિશ પણ કરી શકું તે માટે ઉપચાર બતાવશો?

જવાબ– આપણા હાથને વધુ સુંદર નખ બનાવે છે. તેને સુંદર અને આકર્ષક રાખવા માટે તમારે લીંબુની છાલનો ઉપયોગ કરવો જોઇએ. લીંબુની છાલને નખ પર ઘસવી અને તે ઘસ્યા બાદ થોડા હુંફાળા પાણીમાં લીંબુનો રસ નાંખી તેમાં હાથ ડુબાડીને રાખવા. જેથી તમારા નખ ચમકીલા બનશે. અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે નેઇલપોલિશ રીમૂવ કરવા માટે નેઇલરિમૂવરનો ઉપયોગ કરવો. તેનો ઉપયોગ કર્યા બાદ એક બે કલાક  સુધી નખ પર નેઇલપોલિશ કરવી નહીં. જેથી તમારા નખ સુંદર રહેશે અને આકર્ષક પણ લાગશે.

પ્રશ્ન– મારા પગ અત્યારની સીઝનમાં ખરાબ થતા હોય છે. મોજડી, સેન્ડલના નિશાન પણ પડી જાય છે જેથી પગ ખરાબ લાગે છે. કોઈક વાર પગના તળિયા ચીકણા પણ લાગ્યા કરે છે. તો તેનાથી છુટકારો મેળવવા ઘરગથ્થુ ઉપચાર જણાવશો?

જવાબ– અત્યારની સીઝનમાં વાતાવરણમાં ઓક્સિજનની માત્રા ઓછી રહેતી હોય છે. જેના કારણે ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તમારા પગ સુંદર દેખાય તે માટે તમારે સ્નાન કર્યા બાદ પગ પર તથા પગના તળિયે નાળિયેરનું તેલ અથવા સરસવના તેલની માલિશ કરવી, બની શકે તો જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે સોક્સ પહેરીને નીકળવું જેથી ફાયદો રહેશે.

[email protected]