પગને સુંદરતા વધારવા શું કરવું ? - Sandesh
NIFTY 10,991.90 -27.00  |  SENSEX 36,510.50 +-31.13  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • પગને સુંદરતા વધારવા શું કરવું ?

પગને સુંદરતા વધારવા શું કરવું ?

 | 12:53 am IST

બ્યુટી ક્વેરીઃ ખ્યાતિ દેસાઈ

પ્રશ્ન : મારી ઉંમર ૩૮ વર્ષ છે. હવે મારી સ્કિન પર એઇજ દેખાય છે. મારી સ્કિન લચી પડી હોય તેવું લાગે છે. તો સ્કિન ટાઇટ રાખવા માટે કોઇ ઉપાય જણાવો? કોઇ ફેસ પેક, માસ્ક કે કોઇ ક્રીમ જેનાથી મારી સ્કિન ટાઇટ રહે.

જવાબ : ૨ ચમચી મધમાં ૨ ચમચી બદામની પેસ્ટ મિક્સ કરી ચહેરા પર લગાવી, ૨૦ મિનિટ પછી ચહેરો પાણીથી ધોઇ લો. ત્વચામાં ટાઇટનેસ આવી જશે. સાથે ફેસ માસ્ક દ્વારા ચહેરા પર ગ્લો પણ આવશે.

પ્રશ્ન : ઘરમાં પ્રસંગોના કારણે ફેસિયલ કરવાથી ચહેરો તો સુંદર બની ગયો છે, પરંતુ પગને સુંદર બનાવવા માટે હું શું કરું? મને કોઇ એવો ઉપાય જણાવો જે હું ઘરે કરી શકું.

જવાબ : નવશેકા પાણીમાં એક ચમચી મીઠું, બે ટીપાં લવન્ડરનું તેલ, અને બે ટીપાં વનસ્પતિ તેલ મિક્સ કરીને તેમાં પગ બોળી રાખો. તેનાથી પગની ત્વચા અંદરથી સાફ થશે અને ચેપ પણ નહીં લાગે. આ પદ્ધતિ તમે કરી શકો છો, તેનાથી પગ સુંદર અને કોમળ બનશે.

પ્રશ્ન : મેકઅપનો સામાન ખરદતી વખતે કંટયુરિંગનું નામ સાંભળ્યું છે, તો કંટયુરિંગ શું છે? તેના વિશે થોડું જણાવો.

જવાબ : ચહેરાનો નેગેટિવ પોઇન્ટ છુપાવવા જ કંટયુરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. મેકઅપ ચહેરાને આૃર્યજનક આકાર આપીને બદલી શકે છે. ચહેરા પરના ડાર્ક રંગથી છુપાવવામાં મદદ કરે છે. સામાન્ય રીત  ઘણી મહિલાઓ કંટયુરિંગ નામની પ્રોડ્કટથી અજાણ છે. તેથી તેઓ ફાઉન્ડેશનનો ઉપયોગ કરતા હોય છે. તથા કંડયુરિંગના ઉપયોગથી ત્વચા વધારે સુંદર દેખાઇ શકે છે. તેની ઉપર કોમ્પેક પણ કરી શકો છો.