For Apple TV + you have to pay only Rs 99 per month
  • Home
  • Technology
  • Apple TV+ માટે દર મહીને આપવા પડશે ફક્ત 99 રૂપિયા, આ યૂઝર્સને મળશે ફ્રી

Apple TV+ માટે દર મહીને આપવા પડશે ફક્ત 99 રૂપિયા, આ યૂઝર્સને મળશે ફ્રી

 | 12:34 pm IST

એપલે 10 સપ્ટેમ્બરના રોજ આઇફોન 11, આઇફોન 11 પ્રો અને આઇફોન 11 પ્રો મેક્સ ત્રણ નવા ફોન્સ લોન્ચ કર્યા હતા. એપલે ટૂંક સમયમાં ઇવેન્ટમાં આઇફોન્સ ઉપરાંત ઘણા ઉત્પાદનો રજૂ કરવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ અહીં વીડિયો સેવા, એપલ ટીવી+ અનેગેમ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરવાની તારીખ નક્કી કરી છે.

ઓનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ સેવા એપલ ટીવી+ વિશે વાત કરીએ તો તે 1 નવેમ્બરથી વિશ્વભરમાં રોલઆઉટ થશે. ભારતમાં આ ઓટીટી સેવા દર મહિને 99 રૂપિયાના દરે ઉપલબ્ધ થશે. આ પ્લેટફોર્મ પર બધી ઓરિજનલ વીડિયોઝ બતાવવામાં આવશે. આ સેવા વપરાશકર્તાઓને 7 દિવસ માટે ફ્રી ટ્રાયલ તરીકે આપવામાં આવશે. ટ્રાયલ પછી વપરાશકર્તાઓની સબ્સ્ક્રિપ્શન દર મહિને 99 રૂપિયાના દરે આપમેળે રિન્યૂ થશે.

એપલ ટીવી+ માં ફેમિલી શેરિંગ સુવિધા છે જેના કારણે વપરાશકર્તાઓ તેને 6 પરિવારના સભ્યો સાથે શેર કરી શકશે. 1 નવેમ્બરના રોજ લોંચ સમયે એપલ ટીવી+ એપ પર ત્રણ શો પ્રીમિયર થશે. દર અઠવાડિયે એક નવો એપિસોડ રોલ કરવામાં આવશે. એપલ ટીવી+ પર વપરાશકર્તાઓ 40થી વધુ ભાષાઓમાં આનંદ માણી શકશે.

એપલ ટીવી+ એપલ ટીવી એપ્લિકેશન દ્વારા એક્સેસ કરી શકાય છે. આ ઓટીટી સેવા આઇફોન, આઈપેડ, એપલ ટીવી 4K, એપલ ટીવી એચડી, એપલ ટીવી, આઇપોડ ટચ અને મેક પર ઉપલબ્ધ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ જે ગ્રાહકો આઇફોન, આઇપોડ, એપલ ટીવી, આઇપોડ ટચ અને મેક ખરીદશે તેમને આ સેવા એક વર્ષ માટે મફતમાં મળશે. આ એપલ સેવા ભારતમાં પહેલાથી અસ્તિત્વમાં રહેલા નેટફ્લિક્સ અને એમેઝોન સાથે સ્પર્ધા કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન