ઉંઘ ન આવવાથી છો પરેશાન ?,આ ખોરાક લેશો તો ઘસઘસાટ ઉંઘી જશો - Sandesh
  • Home
  • Featured
  • ઉંઘ ન આવવાથી છો પરેશાન ?,આ ખોરાક લેશો તો ઘસઘસાટ ઉંઘી જશો

ઉંઘ ન આવવાથી છો પરેશાન ?,આ ખોરાક લેશો તો ઘસઘસાટ ઉંઘી જશો

 | 4:49 pm IST

હાલના સમયમાં ઘણાં લોકો પોતાના વ્યસ્ત કામકાજના શિડ્યુલ અને વધુ પડતાં તનાવના કારણે ઉંઘ પૂરી કરી શકતા નથી. આજે તમને આરામદાયક ઉંઘ માટે તમારાં ભોજનમાં કેટલાક જરૂરી ફેરફાર કરવાની માહિતી આપીશું. વિશેષજ્ઞોના અનુસાર, ખાવાના પર યોગ્ય ધ્યાન આપીને સારી ઉંઘ લઇ શકાય છે. બદામ, અખરોટ, કિવી, કેળાં, કાબુલી ચણા, દૂધ, દલિયા અને ચોખાં જેવા ખાદ્ય પદાર્થો તમારી ઉંઘ વધારવામાં મદદ રૂપ થઇ શકે છે.

જે લોકો પોતાના દિવસ દરમિયાન કામમાં વ્યસ્ત રહે છે અને પલંગમાં પડ્યા પછી પણ ઉંઘ માટે હેરાન થઈ જાય છે તેમને પોતાની લાઇફસ્ટાઈલની સાથે સાથે પોતાના ખોરાકમાં પણ કેટલાક ફેરફાર કરવાની જરૂરિયાત છે.

આ અંગે રસોઈ વિશેષજ્ઞના અનુસાર, તમારાં ભોજનમાં કેટલાંક ખાસ પ્રકારનો ખોરાક લેવાથી તમારી ઉંઘમાં નોંધનીય વધારો જોવા મળી શકે છે. દલિયા અને ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સનું વિશેષ પ્રમાણ હોય છે અને તે સરળતાથી પાચન પણ કરી શકાય છે, જેના કારણે ઉંઘ વધારી શકાય છે. ખાસ વાત એ છેકે દલિયામાં શરીરને ઉંઘના સંકેત આપનાર મેલાટોનિન નામનો હાર્મોન હોય છે. જેની સાથે સલાડ લેવું શરીર માટે પણ લાભદાયક હોય છે. કેમકે તેમાં ‘લેક્ટૂકેરિયમ’ સ્રાવ હોય છે જે શરીરને આરામ આપે છે.

આ ઉપરાંત ભોજનામાં કાબુલી ચણા ઉંઘ માટે આશ્ચર્યજનક રીતે મદદરૂપ થાય છે. પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત હોવાની સાથે સાથે કાબુલી ચણામાં વિટામીન B-6 પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે શરીરમાં મેલાટોનિન બનાવે છે. તેના કારણે ઉંઘ સારી મળી શકે છે.

રાત્રે જો ઉંઘવા પહેલાં દૂધ લેવામાં આવશે ઉંઘ સારી જ આવશે. તેમાં પણ જો દૂધને હળવું ગરમ કરી તેમાં હળદર નાખવામાં આવે તો ઉંઘમાં પણ નોંધનીય વધારો કરી શકાય છે. આ તમામ ખોરાકની મદદથી ઉંઘની તકલીફ સરળતાથી દૂર કરી શકાશે.