ધોની માટે અફઘાની બેટ્સમેને રમજાનનો નિયમ ટાળ્યો! - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ધોની માટે અફઘાની બેટ્સમેને રમજાનનો નિયમ ટાળ્યો!

ધોની માટે અફઘાની બેટ્સમેને રમજાનનો નિયમ ટાળ્યો!

 | 12:53 pm IST

એમએસ ધોની વિશ્વનાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં સામેલ છે. ધોનીએ પોતાના કેરિયરમાં અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે અને બેસ્ટ ફિનિશર તરીકે પણ નામનાં મેળવી છે. ધોનીની ફેન ફૉલોઇંગથી દરેક વાકેફ છે. અફઘાનિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન મોહમ્મદ શહજાદ પણ ધોનીનો ફેન છે. શહજાદે 2012માં ICC વર્લ્ડ ટી-20માં ધોનીનો ટ્રેડમાર્ક હેલિકૉપ્ટર શૉટ રમીને નામના મેળવી હતી.

શહજાદે યાદ કર્યું કે 2013માં ધોનીએ જ્યારે પોતાની ટીમને જીત અપાવી ત્યારે રમજાનનાં અવસર પર જાગીને મેચ જોઇ હતી. તેણે કહ્યું કે, “મે થોડુક પાણી પીધું અને ખુદને જગાડવાની કોશિશ કરી. ભારત શ્રીલંકા સામે રમી રહ્યું હતું. ધોની બેટિંગ કરી રહ્યો હતો અને ટીમને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી. એ રમજાનનો સમય હતો. ઇફ્તાર માટે 3થી 4 મિનિટનો સમય બચ્યો હતો અને મારી સામે જમવાનું હતુ. એવું કહેવામાં આવે છે કે એ સમયે અલ્લાહ પાસે જે પણ દુઆ માંગો એ કબુલ થાય છે.”

તેણે આગળ કહ્યું કે, “ત્યારે બેટિંગમાં ધોની સામે ઇશાંત શર્મા ઉભો હતો. ભારતની 9 વિકેટ પડી ગઇ હતી. ધોનીએ પ્રથમ બોલ ખાલી કાઢી હતી પરંતુ ત્યાર પછીની ત્રણ બોલ પર છગ્ગો, ચોગ્ગો અને છગ્ગો ફટકારી ભારતને જીતાડી દીધું હતુ. ધોનીની સફળતા માટે મે અલ્લાહને દુઆ કરી હતી. મે ભોજન થોડીવાર પછી કર્યું હતુ.”