ચૂંટણી જીતવા માટે જમીન પર ગેરકાયદે કબજો છોડો : મુલાયમ - Sandesh
  • Home
  • India
  • ચૂંટણી જીતવા માટે જમીન પર ગેરકાયદે કબજો છોડો : મુલાયમ

ચૂંટણી જીતવા માટે જમીન પર ગેરકાયદે કબજો છોડો : મુલાયમ

 | 3:13 am IST
  • Share

લખનઉ,તા.૫

ઉત્તર પ્રદેશના સત્તાધારી સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહે પક્ષની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા શરૂ કરી દીધી છે.છોડા લોહિયાને નામે જાણીતા સમાજવાદી ચિંતક જનેશ્વર મિશ્રની જયંતિની ઉજવણી પ્રસંગે મુલાયમસિંહ યાદવે લોકસભા ચૂંટણીમાં પક્ષને મળેલા પરાજય બદલ જનતાને નહીં પણ સપાના નેતાઓને જવાબદાર ઠેરવતાં તેમણે કહ્યું હતું કે,’રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર ફરી બનાવવી હોય તો પક્ષના કાર્યકર્તા અને નેતાઓએ જમીનો પર થતા ગેરકાદે કબજા સહિતની પ્રવૃત્તિ છોડવી પડશે.’

સપાના નેતાઓને પોતાની ક્ષતિઓ સુધારવા અનુરોધ કરતાં મુલાયમે સ્પષ્ટ કહ્યું હતું કે,’વિધાનસભાની આગામી ચૂંટમીમાં સપાના વિજય માટે જમીનો પર કબજો કરવાનું બંધ કરશો? નાણા કમાવા જ હોય તો વેપાર કરો, રાજકારણ તો ત્યાગીઓ માટે છે.’

નવી પેઢીના પક્ષના કાર્યકર્તા સમાજવાદી વિચારોથી વાકેફ નથી.આ કાર્યકર્તાઓને સમાજવાદી વિચારધારાની તાલીમ આપવા તેમણે મુખ્યપ્રધાન અખિલેશ યાદવને પણ કહ્યું પરંતુ કોઇ ધ્યાન નથી આપતું.વિધાનસભા ચૂંટણીઓ દૂર નથી. દિલ્હીમાં બસ આ ચૂંટણીની જ ચર્ચા છે.વિરોધપક્ષ આગામી ચૂંટણીમાં વિજય મેળવવા કોઇ કસર છોડવા તૈયાર નથી તે બાબતથી પણ તેમણે કાર્યકર્તાઓને અવગત કરાવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો