પતિ શોએબ માટે દીપિકાએ  ઇસ્લામ કબૂલ કર્યો... - Sandesh
NIFTY 10,991.75 -27.15  |  SENSEX 36,511.27 +-30.36  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પતિ શોએબ માટે દીપિકાએ  ઇસ્લામ કબૂલ કર્યો…

પતિ શોએબ માટે દીપિકાએ  ઇસ્લામ કબૂલ કર્યો…

 | 3:47 am IST

દીપિકા અને શોએબના લગ્નની લાંબા સમયથી જેમના લગ્નની રાહ જોવાઇ રહી હતી. આખરે તેઓ લગ્નનાં બંધને બંધાઇ ગઇ છે. આ બંને ફેન્સ માટે તો ગુડ ન્યૂઝ હશે. બાકી બધા સ્ટાર કે જેઓ પોતાના લગ્ન ફાઇવ સ્ટાર હોટેલમાં રાખે એ જગ્યાએ આ બંનેએ પોતાના ઘર આંગણે રાખવાનો નિર્ણય કર્યો હતો. તેમજ આમના લગ્ન વાસ્વતમાં ખૂબ જ સારી રીતે થયા હતા. થોડા સમય પહેલાં આ બંનેએ ડીડીએલજે સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવ્યો હતો અને તેને પોસ્ટ પણ કર્યાં હતા. તેમજ લગ્નના અને અન્ય રીત-રિવાજો કરતાં ફોટા પણ મૂક્યા હતા. જેને પણ લોકોએ ખૂબ જ પસંદ કર્યાં હતા. બંને લગ્નના પરિધાનમાં ખૂબ જ સુંદર દેખાઇ રહ્યા હતા. જેમાં દીપિકાનો ટ્રેડિશનલ લુક પણ ચર્ચામાં રહ્યો હતો. બંને ધામધૂમ સાથે ભોપાલમાં લગ્ન કર્યાં હતા. લગ્નને મુસ્લિમ રીત-રિવાજ સાથે કરવામાં આવ્યા હતા. તેમજ એવી અફવાઓ પણ છે કે આ લગ્ન માટે દીપિકાએ ઇસ્લામ ધર્મ સ્વીકાર કર્યો છે. તેમજ લગ્ન બાદ તે દીપિકા નહિ પણ ફૈજા તરીકે ઓળખાશે અને લગ્નના કાર્ડ પર શોએબની સાથે ફૈજા નામ લખવામાં આવ્યંુ હતું. જોકે આ અંગે દીપિકા અને શોએબ તરફથી કોઇ જ જાણકારી આપવામાં આવી નથી. દીપિકાના પરિવારવાળા આ વાતને નકારી કાઢતા કહે છે કે તે હિન્દુ છે અને રહેશે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને હવે હિન્દુ રીત-રિવાજથી પણ લગ્ન કરશે. આ બંને લાંબા સમયથી સાથે છે તેમજ નચ બલિયેમાં પણ બંને સાથે જોવા મળ્યા હતા.