for-its-new-users-airtel-launches-five-new-prepaid-plans
  • Home
  • Featured
  • Airtel લાવ્યુ તેના ગ્રાહકોમાટે દિવાળીની ભેટ, લૉન્ચ કર્યા નવા 5 પ્રીપેડ પેક

Airtel લાવ્યુ તેના ગ્રાહકોમાટે દિવાળીની ભેટ, લૉન્ચ કર્યા નવા 5 પ્રીપેડ પેક

 | 3:57 pm IST

ભારતી એરટેલે દિવાળીના પાવન અવસર પર તેના ગ્રાહકોને પાંચ નવા પ્રીપેડ પેક લૉન્ચ કર્યો છે. આ નવા પેકમાં ગ્રાહકોને કુલ 126 GB ડેટા મળશે. ટેલિકોમ ઓપરેટર 178 રૂપિયા, 229 રૂપિયા, 344 રૂપિયા અને 495 રૂપિયા તેમજ 559 રૂપિયાના પાંચ નવા રિચાર્જનું એલાન કર્યુ છે.

જિયોને ટક્કર આપવા એરટેલ સતત રીચાર્જ પેક લૉન્ચ કરી રહ્યુ છે. તમામ રિચાર્જ પેક્સ ફર્સ્ટ રિચાર્જ પેક છે 178ના પેકમાં ગ્રાહકોને 1 GB ડેટા 4G ડેટા રોજના મળશે. આ પેક 28 દિવસ ચાલશે. આ સિવાય આ પેકમાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ મળશે. 100 એસએમએસ રોજના મળશે.

229ના પેકમાં 28 દિવસની વેલિડીટી મળશે. આ પેકમાં 1.4 GB ડેટા રોજના મળશે.આ પેકમાં ગ્રાહકને 56 GB ડેટા મળશે. 344ના પેકમાં 28 દિવસની વેલિડીટી મળશે જ્યારે 495ના પેકમાં 84 દિવસની વેલિડીટી મળશે. 

છેલ્લે વાત કરીએ 559ના પ્લાનની તો પ્રીપેડવાળા આ પ્લાનમાં 90 દિવસની વેલિડીટી મળશે. આ રિચાર્જ પેકમાં 1.4 GB ડેટા મળશે.ગ્રાહકને કુલ 126 GB ડેટા મળશે.આ તમામ પેક પર અનલિમિટેડ લોકલ એસટીડી કોલ અને મફત નેશનલ રોમિંગ સુવિધા મળશે. ગ્રાહકને 100 એસએમએસ રોજના મળશે.