મારે માટે વિદેશ જવાનો યોગ છે, ખરો? - Sandesh

મારે માટે વિદેશ જવાનો યોગ છે, ખરો?

 | 12:04 am IST

પ્રશ્નોત્તરી

પ્રશ્ન- મારું નામ દિવ્યેશ છે. જન્મ તારીખ-૨૪-૦૬-૨૦૦૦ છે, જન્મ સમય દિવસે ૪ કલાક ૯ મિનિટ, સ્થળ- જૂનાગઢ. મેં ધો-૧૨ પાસ કરીને સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ કર્યો છે. મને સરકારી નોકરીની તક મળશે?

ઉત્તર-૧ આપના જન્મની વિગતોને આધારે જન્મકુંડળીના ગ્રહયોગો જીવનમાં ધીમી છતાં મક્કમ પ્રગતિ સૂચવે છે. ચંદ્ર સાધારણ નબળો છે. તેથી માનસિક ગુણો વિકસાવીને મનોબળ વધારવાની સલાહ છે. સૂર્ય ભાગ્ય સ્થાને છે. તેથી સરકારી કે તેના સમકક્ષ સારા સ્થળે રોજગારી મળવાનો યોગ છે. ઓક્ટોબર-૨૦૧૮ થી એપ્રિલ-૨૦૧૯ દરમિયાન વિશેષ મહેનત કરવાની સલાહ છે. તમારી મીન રાશિ સાચી છે.

 • ચંદ્રના જાપ જાતે દરરોજ ૧૦૮ મંત્ર તમારી અનુકૂળતાએ બને તો રાત્રે સૂતી વખતે કરવા.
 • દક્ષિણ તથા પશ્ચિમ દિશાના વિસ્તાર સાથે લેણાદેણી સારી જણાય છે.
 • દરરોજ સવારે સૂર્યનારાયણના દર્શન કરવા. આદિત્ય હૃદયનો પાઠ શુદ્ધ ઉચ્ચારણથી કરવાથી પ્રયત્નોમાં અનુકૂળતા વધશે.
 • નોકરી અંગે રવિવારે, સોમવારે, ગુરુવારે વિશેષ પ્રયત્ન કરવાની સલાહ છે.

પ્રશ્ન– મારું નામ દિનેશ છે. મારા પુત્રનું નામ કુલદીપ છે. જન્મ તારીખ- ૨૩-૦૮-૨૦૦૩ રાત્રે- ૮-૦૦. જન્મ સ્થળ- અમદાવાદ. તે અભ્યાસમાં ધ્યાન આપતો નથી. યોગ્ય માર્ગદર્શન આપશોજી.

જવાબ– આપના પુત્રની જન્મની વિગતોને આધારે જન્મકુંડળીના ગ્રહયોગો સૂચવે છે કે તેની કુંડળીમાં સૂર્ય બળવાન છે. બુધ સ્વગૃહી છે. તેથી મનોબળ મજબૂત છે. જીદ્દી સ્વભાવને તમે હકારાત્મક ગુણમાં પલટાવીને રચનાત્મક પ્રવૃત્તિમાં લાવી શકો છો. માત્ર અંધ શનિને કારણે ક્યારેક ઉદ્દવેગ અનુભવે. તેના મનગમતા વિષયો કયા છે તે જાણીને તેમાં આગળ ધપાવો. ટેકનીકલ લાઈન- ઈજનેરી શાખામાં પ્રગતિ કરે તેમ છે. આઈ.ટી.આઈ. કે ડિપ્લોમા જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં આગળ વધી શકે તેમ છે. તેને અભ્યાસનું સાતત્ય- બંધિયારપણું ઓછું પસંદ હોઈ શકે.

 • સૂર્યનારાયણની ભક્તિ વધુ લાભદાયી નીવડે. રવિવારે બપોરે ખોરાકમાં પરિવારના તમામ સભ્યો ખીર (સૂર્યની વાનગી) આરોગવાનું રાખો તો અનુકૂળતા વધશે. ઉપવાસ જરૂરી નથી.
 • ધોગિક ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે તેમ છે. મોસાળ પક્ષની વ્યક્તિ અનુકૂળતામાં વધારો થાય.

પ્રશ્ન– મારું નામ ભરતભાઈ ચૌધરી છે. જન્મ તારીખ- ૨૫-૧૦-૧૯૮૭. જન્મ સ્થળ માણસા. મારા લગ્ન કયારે થશે? તે જણાવવા વિનંતી. વાતો આવે છે, પરંતુ સંજોગ બનતા નથી.

ઉત્તર– આપની જ.તા. મુજબ વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્ર આવે છે જન્મ સમય જણાવેલ નથી. તેથી વિગતવાર જન્મકુંડળી બની શકે તેમ નથી. એક વાત કરી શકાય કે મોસાળ પક્ષ તરફથી લેણાદેણા વધુ સારી રહે. તે દિશામાં પ્રયત્નો કરવાની સલાહ છે. આપનું નામ રાશિ પ્રમાણે નથી. કુળદેવી, માતાજીની ભક્તિ વિશેષ કરવી તથા દર મંગળવારે ગણપતિના દર્શન કરવાથી અવરોધ હળવા થાય.

પ્રશ્ન– મારું નામ યશ છે. જન્મ તારીખ-૨૩-૧૧-૧૯૯૫. સમય સાંજે ૭-૧૦. સ્થળ-દાહોદ. મારી ઈચ્છા પશુ ચિકિત્સક બનવાની હતી. તેથી ધો-૧૨ સાયન્સ લીધું. પરંતુ એડમિશન મળ્યું નહીં. ડિપ્લોમાં પેટ્રોકેમિકલ્સ લીધું, પરંતુ ૨ વર્ષ ડિટેઈન થયો. ડ્રોપ લેવો પડયો. હાલ ખેતીવાડી ક્ષેત્રમાં ખેતી કરું છું. તેમાં લાભ થશે? વિદેશ યોગ છે? તે જણાવશો.

ઉત્તર– આપની જન્મકુંડળી અનુસાર અભ્યાસમાં અવરોધના યોગ હતા. વળી સમયસર અભ્યાસ કરવામાં પ્રયત્નોમાં તમે પાછી પાની કરી છે. ખેતીવાડીમાં ખાસ કરીને બાગાયત તથા ષધી ઉછેરમાં આગળ વધી શકાય તેમ છે. ઘરથી દૂર જવાના તમારા પ્રયત્નોમાં સફળતા મળશે નહીં. તમારામાં ધો-૧૨ વિજ્ઞાન સુધીનું જ્ઞાન છે તેનો કૃષિ ક્ષેત્રમાં ઉપયોગ કરો. અન્ય કૃષિ સામયિકોનો અભ્યાસ વધારીને પ્રત્યક્ષ ઉપયોગ કરી શકાય.

 • ઉંમરના ૨૮થી ૩૨ વર્ષ પ્રગતિ સૂચક બની રહેશે.
 • સૂર્યનારાયણની ભક્તિ વિશેષ કરવી. સૌર ઊર્જાનો ઉપયોગ કરી નવીન આયોજન ગોઠવી શકાય.
 • કૃષિ બિયારણ અને ખાતર અંગેના વ્યવસાયમાં પણ ધીમી ગતિએ સારી સફળતા મળે તેમ જણાય છે.
 • પરદેશગમનના યોગ બળવાન નથી. તે દિશામાં સમય-શક્તિનો વ્યય કરવાની સલાહ નથી.

પ્રશ્ન– મારું નામ પંકજ છે. જન્મ તારીખ-૧૯-૮-૧૯૯૨. સમય સવારે ૭-૩૦ છે. સ્થળ વડોદરા. મારા લગ્નનો યોગ ક્યારે છે? તે જણાવવા વિનંતી.

જવાબ– આપની જ.તા.મુજબ સંવત ૨૦૪૮. શ્રાવણ વદ, બુધવાર-રાંધણ છઠ્ઠ, મેષ રાશિ આવે છે. તમારું નામ રાશિ મુજબ આવતું નથી.

 • આગામી વર્ષ ૨૦૧૯માં ફેબ્રુઆરીથી ઓગષ્ટ માસ દરમિયાન વિશેષ પ્રયત્નો કરવાની સલાહ છે.
 • શનિવારે આ અંગેના પ્રયત્નોમાં અવરોધ-અગવડતા જણાય.
 • રવિવાર, સોમવાર, ગુરુવારના દિવસો વધુ સાનુકૂળતા સૂચવે છે.
 • કુંડળી મેળાપકમાં વધુ પડતી ચીકાશ કરવામાં સારા પાત્રો- સારા પરિવારની તક ગુમાવવી પડે. માટે ઉદાર વલણ અપનાવવાની સલાહ છે.

પ્રશ્ન– મારું નામ નિધિ પટેલ છે. જન્મ તારીખ- ૫-૨-૧૯૯૪. સમય સાંજે ૪-૧૫ જન્મ સ્થળ બાયડ છે. એમ.એસ.સી. (M.SC) સુધીનો અભ્યાસ કર્યો છે. મારી ઈચ્છા પી.એચ.ડી. કરવાની છે? સફળતા મળશે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર– આપની જન્મકુંડળીના વિદ્યાકારક ગ્રહયોગો મધ્યમ બળવાન છતાં શુભ ફળદાયી છે. ધીરજપૂર્વક આગળ વધી શકાય. ગુરુની સ્થિતિ શિક્ષણક્ષેત્ર તથા સંશોધન સંસ્થાઓ સાથે વધુ સારી લેણાદેણી સૂચવે છે. આ બાબતે ફેબ્રુઆરી-૨૦૧૯થી ઓગષ્ટ-૨૦૨૦નો સમયગાળો વધુ સાનુકૂળતા સૂચવે છે. તે અંગે યોગ્ય આયોજન ગોઠવી શકાય.

 • દરરોજ સવારે સૂર્યનારાયણના દર્શન કરવા. સૂર્યના મંત્રની એકમાળા ૧૦૮ મંત્રજાપ કર્યા પછી બપોરનું ભોજન લેવાનો આગ્રહ રાખવો.
 • દરરોજ સરસ્વતિ પ્રાર્થના (સરસ્વતિના મંત્રો) થાય તો વધુ સારું.
 • ગુરુવારે વડીલવર્ગ અથવા વિદ્યાકીય ગુરુ (માર્ગદર્શક મહાનુભાવો મુલાકાત લેવાનો આગ્રહ રાખવો જે વધુ ફળદાયી નીવડશે.)
 • દર વરસે તા.૧૬ ડિસેમ્બરથી તા.૧૪ જાન્યુઆરી દરમિયાન નવીન સાહસ કે નવીન આયોજન કરવાની સલાહ છે. અવરોધ અગવડતા વધુ જણાય.

પ્રશ્ન– મારું નામ સ્વાતિ છે. જન્મ તારીખ-૨૮-૧૧-૧૯૯૫ છે. જન્મ સ્થળ.ભાવનગર. એમ.સી.એ. (M.C.A.) નો અભ્યાસ પૂરો કર્યો છે. સરકારી નોકરીનો યોગ છે? લગ્ન ક્યારે થશે? યોગ્ય માર્ગદર્શન આપશોજી.

ઉત્તર– તમે જન્મ તારીખ અને જન્મ સ્થળ જણાવ્યા છે. જન્મ સમય જણાવ્યો નથી. તેથી સંપૂર્ણ જન્મકુંડળીનું ગણિત થઈ શકે તેમ નથી. જ.તા.૨૮-૧૧-૧૯૯૫ના દિવસે માગશર સુદ સાતમને મંગળવાર છે. બપોર સુધી મકર રાશિ છે. બપોર પછી જન્મ હોય તો કુંભ રાશિ આવે.

 • સરકારી નોકરી બાબતે મધ્યમ ગ્રહયોગો છે. મધ્યમ કક્ષાની નોકરી મળી શકે.
 • ભૂપેન્દ્ર ધોળકિયા