for-pre-wedding-graha-shanti-pooja-isha-ambani-look-beautiful-in-lehenga
  • Home
  • Business
  • ઈશા અંબાણી જોવા મળી આકર્ષક અંદાજમાં, ‘Pre-Wedding’ પૂજામાં લાગતી હતી રોયલ પ્રિન્સેસ

ઈશા અંબાણી જોવા મળી આકર્ષક અંદાજમાં, ‘Pre-Wedding’ પૂજામાં લાગતી હતી રોયલ પ્રિન્સેસ

 | 10:32 am IST

ઈશા અંબાણીના લગ્નની રીતરશમ શરૂ થઈ ચુકી છે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડકી પુત્રી ઈશા પોતાના દોસ્ત આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરે મુંબઈમાં પોતાના નિવાસે સાતફેરા લેશે. લગ્ન પહેલા ગૃહશાંતી પૂજા રાખવામાં આવી હતી. જ્યાં તે રોયલ પ્રિન્સેસ લાગી રહી હતી.

ઈશા અંબાણી માટે પૂજાનો લુક સબ્યસાચીએ ડિઝાઈન કર્યો હતો. સબ્યસાચીએ ઈન્સ્ટાગ્રામ પર આ લૂક શેર કર્યો છે. ઈશા અંબાણીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકોને ઈશાનો આ લુક ખૂબજ મનમોહક લાગી રહ્યો છે.

સબ્યસાચીએ બંધેજ ગોટા પટ્ટી લહેંગામાં હેન્ડ એમ્બ્રોડરી તિલ્લા વર્કનું કામ કર્યુ છે. લહેંગા સાથે સાથે ઈશા પર જ્વેલરી પણ ખુબજ સુંદર લાગી રહી હતી. ઈશાએ હીરા અને પન્નાથી મઢેલ નેકલેસ પહેર્યુ હતુ. સાથે આ લુકને સોશિયલ મીડિયા પર ખૂબજ પ્રશંસા મળી રહી છે. એક યૂઝરે કહ્યુ કે ઈશા કેટલી ખુબસુરત લાગી રહી છે તો બીજા યૂઝરે કહ્યુ કે બ્યુટી અને સ્ટાઈલ બિલકુલ પરફેક્ટ છે.

ગઈ કાલે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે લગ્નનું કાર્ડ ભગવાન વૈંકટેશના ચરણોમાં રાખ્યુ હતુ. આ દુનિયાનું સૌથી મોટું હિન્દુ ધનિકોનું મંદિર માનવામાં આવી રહ્યુ છે. તિરૂપતિ મંદિરથી નિકળતી વખતે મુકેશ અંબાણીએ લાલ સિલ્કનો દુપટ્ટો ઓઢ્યો હતો. આ પહેલા અંબાણી પરિવારે મુંબઈમાં સિદ્ઘિવિનાયક મંદિરમાં પહેલુ કાર્ડ અર્પણ કર્યુ હતુ.

આ પહેલા અંબાણી પરિવારે સપ્ટેમ્બરમાં ઈટલીના લેકકોમામાં ઈશા સાથે સગાઈ કરી હતી. જેના ફોટાઓ ખુબજ વાયરલ થયા છે. ઓક્ટોબરમાં ઈશા-આનંદની લગ્નની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ લગ્ન ભારતીય રીત રિવાજ અનુસાર ખાસ મિત્રો અને પરિવારની હાજરીમાં કરવામાં આવશે.

અંબાણી અને પીરામલ પરિવાર છેલ્લા 40 વર્ષથી દોસ્ત છે. સૌથી અમીર આદમી મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે તો આનંદના પિતા અજય પીરામલ તેમની કંપની પીરામલ ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન