these government employees get more salary
  • Home
  • Business
  • મોદી સરકારની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓને ભેટ, આ તારીખથી 7મા પગારપંચનો લાભ

મોદી સરકારની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓને ભેટ, આ તારીખથી 7મા પગારપંચનો લાભ

 | 8:58 am IST

કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી 7મું પગારપંચ લાગુ કરવાની માગણી કરી રહ્યા હતા. હવે તેમણે વધુ રાહ જોવી નહીં પડે. કેન્દ્ર સરકાર દ્વારા દેશની શૈક્ષણિકત સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને નવા વર્ષની ભેટ સ્વરૂપે 7મું પગારપંચ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. આ શિક્ષણ સંસ્થાઓના પ્રોફેસરો, સ્ટાફ અને ટેક્નીકલ ઈન્સ્ટિટ્યુટના કર્મચારીઓને 7મા પગારપંચ મુજબ 1 જાન્યુઆરી, 2019ની વેતન ચૂકવવામાં આવશે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલય (HRD)એ મંગળવારે સરકારી અને સરકારની ગ્રાન્ટેડ ડિગ્રી કક્ષાની ટેક્નીકલ સંસ્થાના કર્મચારીઓને 7મા પગારપંચ મુજબ લાભ આપવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે એ પ્રસ્તાવને મંજુરી આપી છે, જેમાં પ્રોફેસર અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓને 7મા પગારપંચ અંતર્ગત વેતન આપવામાં માગ કરવામાં આવી હતી. તેનો ફાયદો રાજ્ય સરકારના શૈક્ષણિક કર્મચારીઓ અને સરકારની ગ્રાન્ટેડ ડિગ્રી કક્ષાની ટેક્નીકલ સંસ્થાના કર્મચારીઓને પણ મળશે. તેના કારણે કેન્દ્રની તિજોરી ઊપર રૂ.1,241 કરોડનો વધારાનો બોજો આવશે.

શિક્ષકોને ફાયદો આપવા ઉપરાંત કેન્દ્ર સરકારે એ સંસ્થાઓને પણ રાહત આપી છે જે કર્મચારીઓને એરિયર્સ ચૂકવશે. સરકારને એરિયર્સ પાછળ થનારા ખર્ચના 50 ટકા ભોગવવાની પણ જાહેરાત કરી છે. 1 જાન્યુઆરી, 2016થી 31 માર્ચ, 2019 દરમિયાનના સમયગાળા માટે એરિયર્સ પાછળ જે કોઈ ખર્ચ આવશે તેનો 50 ટકા ખર્ચ સરકાર શૈક્ષણિક સંસ્થાઓને પાછો આપશે.

શિક્ષકો માટે જાહેરાત થયા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓ માટેનો પણ માર્ગ મોકળો થતો દેખાઈ રહ્યો છે. સૂત્રો અનુસાર ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકા વધારીને 3 ગણું કરવામાં આવી શકે છે. કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે અને તેમનું લઘુત્તમ વેતન રૂ.18,000 પ્રતિ માસથી વધીને રૂ.21,000 જેટલું થઈ જશે. ફિટમેન્ટ ફેક્ટરને પણ 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવાની વિચારણા છે.

કેન્દ્રીયમાનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરનું કહેવું છે કે આનાથી રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ 29264 શિક્ષકો તથા અન્ય શૈક્ષણિક કર્મીઓને સીધો લાભ મળશે. આ સિવાય ટેક્નીકલ ઈન્સ્ટિટ્યુટના કર્મચારીઓની સાથે જોડાયેલી ખાનગી કોલેજોના સંસ્થાનોના લગભગ સાડા 3 લાખ શિક્ષકોને આ મંજૂરી બાદ લાભ મળશે.

થોડા સમય પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં BJP સરકારે સાતમાં પગાર પંચની ભલામણોને મંજૂરી આપી દીધી હતી, સરકારના આ નિર્ણયથી રાજ્યના 17 લાખ કર્મચારીઓને લાભ થયો છે, આ નિર્ણયના કારણે સરકારી ખજાના પર 21,000 કરોડનો વધારાનો ભાર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન