ડ્રોન સેક્ટર માટે રૂ. 120 કરોડની PLI સ્કીમને કેબિનેટની મંજૂરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ડ્રોન સેક્ટર માટે રૂ. 120 કરોડની PLI સ્કીમને કેબિનેટની મંજૂરી

ડ્રોન સેક્ટર માટે રૂ. 120 કરોડની PLI સ્કીમને કેબિનેટની મંજૂરી

 | 9:00 am IST
  • Share

કેન્દ્ર સરકારે બુધવારે ડ્રોન અને ડ્રોન કોમ્પોનન્ટ સેક્ટર માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત રૂપિયા ૧૨૦ કરોડની ફાળવણીને મંજૂરી આપી છે. એવિયેશન ઇન્ડસ્ટ્રીને આશા છે કે સરકાર દ્વારા ડ્રોન માટે હળવા કરાયેલા નિયમો અને હવે પીએલઆઇ સ્કીમના કારણે આગામી ૩ વર્ષમાં ડ્રોન સેક્ટરમાં રૂપિયા ૫૦૦૦ કરોડ કરતાં વધુનું રોકાણ આવશે જેના કારણે ૧૦,૦૦૦ સીધી નોકરી ઊભી કરી શકાશે. સરકારને આશા છે કે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂપિયા ૬૦ કરોડની ડ્રોન ઇન્ડસ્ટ્રી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં રૂપિયા ૯૦૦ કરોડ કરતાં વધુ કદની થઇ જશે.

ડ્રોન પીએલઆઇ સ્કીમમાં શું આવરી લેવાશે?

દ્ય એરફ્રેમ, પ્રોપલ્શન સિસ્ટમ (એન્જિન અને ઇલેક્ટ્રિક), પાવર સિસ્ટમ, બેટરી અને સંલગ્ન પાર્ટ, લોન્ચ અને રિકવરી સિસ્ટમ  દ્ય ઇર્નિશયલ મેઝરમેન્ટ યુનિટ, ઇર્નિશયલ નેવિગેશન સિસ્ટમ, ફ્લાઇટ કન્ટ્રોલ મોડયૂલ, ગ્રાઉન્ડ કન્ટ્રોલ સ્ટેશન અને સંલગ્ન પાર્ટ દ્ય કોમ્યુનિકેશન સિસ્ટમ (રેડિયો ફ્રિક્વન્સી, ટ્રાન્સપોન્ડર્સ, સેટેલાઇટ આધારિત વગેરે) દ્ય કેમેરા, સેન્સર, સ્પ્રેયિંગ સિસ્ટમ, રિલેટેડ પે લોડ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો