for-the-first-time-in-the-world-birth-of-a-baby-born-from-a-womans-womb
  • Home
  • World
  • દુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ

દુનિયામાં પ્રથમવાર મૃત મહિલાના ગર્ભાશયમાંથી થયો બાળકીનો જન્મ

 | 12:46 am IST

ચિકિત્સીય ઈતિહાસમાં પહેલીવાર એક મૃત અંગદાતાથી પ્રાપ્ત ગર્ભાશયનો પ્રતિરોપણ કર્યા બાદ એક મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. શોધકર્તાએ જાણકારી આપી કે, ગર્ભાશયની સમસ્યાઓના કારણે બાળકોને જન્મ ન આપી શકતા મહિલઓ માટે એક આશા બનીને આવ્યું છે. એક અધ્યયન અનસાર આ સફળ ઓપરેશન બ્રાજીલમાં સ્થિત સાઓ પાઉલોમાં કરવામાં આવ્યું હતું.

આ દર્શાવે છે કે પ્રતિરોપણ વ્યાવ્હારિક છે અને ગર્ભાશયની સમસ્યાના કારણે બાળકોને જન્મ દેવામાં અસક્ષમ મહિલાઓની મદદ કરી શકે છે. મેડિકલ જર્નલે જણાવ્યું કે બાળકીનો જન્મ ડિસેમ્બર 2017માં થયો હતો. હાલ સુધી ગર્ભાશયની સમસ્યાનો શિકાર મહિલાઓ માટે બાળકોને દત્તક લેવો કે સરોગેટ માં ની સેવાઓ લેવો એ જ છેલ્લો વિકલ્પ હતો.

કઈ રીતે સફળ થયું ઓપરેશન?

આ કેશમાં મહિલાનો ગર્ભાશય લેવામાં આવ્યો હતો તે ત્રણ બાળકોની માતા હતી અને તેનું મૃત્યું દિમાગમાં લોહીનાં વહી જવાથી થયું હતું.

તો બીજી બાજું ગર્ભાશય મેળવનારી મહિલા મેયર રોકિટાનસ્કિ હોઝર સિંડ્રોમથી પીડિત હતી જે દર ચાર હજાર મહિલાઓ માંથી એકમાં હોય છે.

આ સિંડ્રોમના કારણે યોનિ અને ગર્ભાશય સારી રીતે વિકસિત થઈ શકતું નથી. જોકે આ કેશમાં ગર્ભાશય મેળવનાર મહિલાનો અંડાશય બિલકુલ ઠિક હતું.

ડોક્ટરોએ માં બનનાર મહિલાનાં શરીરમાંથી ઈંડા નાખતા પહેલા તેને પિતા બનનાર વ્યક્તિનાં સ્પર્મથી ફર્ટિલાઈઝ કરાવ્યું. તે બાદ મહિલાને એવી દવાઓ આપવામાં આવી જેનાથી તેની રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટી જાય.

રોગ પ્રતિકારક ક્ષમતા સારી હોવાથી તે ગર્ભાશય શરીરમાં વ્યવસ્થિત થવામાં અડચણ બની શકતું હતું. સાત મહિના બાદ ફર્ટિલાઈઝ્ડ ઈંડાને મહિલાનાં ગર્ભાશયમાં નાંખવામાં આવ્યાં.

તે બાદ 15 ડિસેમ્બર 2017 માં ગર્ભાશય મેળવનાર મહિલાએ ઓપરેશન દ્વારા 2.5 કિલોગ્રામ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન