For the first time in Vidhan Sabha history this kind of forgot happened in Gujarat
  • Home
  • Ahmedabad
  • વિધાનસભાના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ચૂકથી સિનિયરો દંગ

વિધાનસભાના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ચૂકથી સિનિયરો દંગ

 | 1:40 am IST

ચૂંટાયેલા ધારાસભ્યો પ્રજા માટે તો દૂર વિધાનસભાના સંચાલન માટે પણ કેટલા બેજવાબદાર છે તે બજેટસત્રના પહેલા જ દિવસ સોમવારે પુરવાર થઈ ગયુ. સત્રારંભે કોંગ્રેસના ધારાસભ્યોના સુત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલ કોહલીને સાતેક મિનિટમાં જ પ્રવચન ટુંકાવવુ પડયુ. બરાબર એ વખતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગૃહને સાયલન્ટ મોડ એટલે કે 10 કે 15 મિનિટની રિશેષ જાહેર કર્યા વગર જ રાજ્યપાલને વિધાનસભા ગેટ સુધી મુકવા નિકળી ગયા.

આ તરફ અધ્યક્ષની ખાલી ખુરશી વચ્ચે ત્રણેક મિનિટ સુધી રાજેન્દ્ર ત્રિવેદીના પરત આવવાની રાહ જોઈ રહેલા ટ્રેઝરી બેન્ચ અને વિપક્ષની પહેલી હરોળના કેટલાક ધારાસભ્યોએ જાતે જ 15 મિનિટનો વિરામ જાહેર કરીને ગૃહ બહાર ચાલતી પકડી લીધી હતી. વિધાનસભાના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ચૂકથી સિનિયરો પણ અવાક થઈ ઉઠયા હતા. આમ, પ્રજા જેમને ચૂંટીને વિધાનસભામાં મોકલે છે તે વિધાનસભ્યોમાં પોતાની સભાના સંચાલન માટે અનુસાશન નથી તે વધુ એક વખત સ્પષ્ટ થયુ છે.

કાશ્મીર વિવાદ સરદાર પટેલને સોંપ્યો હોત આ સ્થિતિ ન હોત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જો સ્વતંત્રતા બાદ કાશ્મીર વિવાદને ઉકેલવાનું કામ પણ સરદાર વલ્લભાઈ પટેલને સોંપ્યુ હોત તો આજે આ સ્થિતિ ન હોત તેમ કહી પુલવામામાં આંતકી હુમલા જેવી ઘટનાઓ પાછળ કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યુ કે જૂનાગઢ, હૈદરાબાદ જેવા અનેક રજવાડાંઓના પ્રશ્નો સરદાર સાહેબે ઉકેલ્યા અને ભારતનું નિર્માણ કર્યું હતુ. એ વખતે જ કાશ્મીરનો વિવાદ તેમને સોંપી દેવાયો હોત તો આટલા બધા સપૂતોને શહિદ થવુ પડયુ ન હોત, કરોડો રૂપિયાનો બોજો ભારતની જનતા પર પડયો ન હોત.

પ્લેન ફાળવ્યું હોત તો આતંકી હુમલાને નિવારી શક્યા હોત

કાશ્મીરમાં આંતકવાદીઓના હુમલાની શક્યતાના ઈનપુટ ઈન્ટેલિજન્સ આપ્યા હતા. સીઆરપીએફને એરલિફ્ટ કર્યા હોત, પ્લેન ફાળવ્યુ હોત તો આતંકી હુમલાની આ દુખદ ઘટના ન બની હોત એમ કહેતા વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે વર્ષ 2010માં વિધાનસભામાં સરકારે રજૂ કરેલા સંકલ્પમાં ભાજપ સત્તામાંથી નથી આથી દેશ ઉપર હુમલા થઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરતા અધ્યક્ષે તેમને રોક્યા હતા. જો કે, વિવાદ વધે તે પહેલા જ ઉપનેતાએ હવે દિલ્હીમાં તમારી સત્તા છે તેમ કહીને એક્શન લેવા માંગણી કરી હતી.

પ્રેક્ષક ગેલરીમાં કેસરી ટિ-શર્ટમાં આવેલા યુવાનો કોણ ?

ગુજરાત વિધાનસભાને જ્યારથી નવકલેવર કર્યો છે ત્યારથી તેમાં પ્રવેશને લઈને વિવાદો થતા રહ્યા છે. અધ્યક્ષની ખુરશી ઉપર ભાજપનો કાર્યકર બેસી જાય એ દર્શ્યો હજુ જનમાનસમાંથી દુર થયા નથી ત્યાં બજેટસત્રના આરંભે અધ્યક્ષની બરોબર સામે આવેલી પ્રેક્ષક ગેલેરીમાં કેસરી ટિ-શર્ટ પહેરીને બેસેલા 3૦થી વધુ યુવાનોને કોણ લાવ્યુ તે ચર્ચાનો વિષય બન્યો હતો. ગૃહમાં કોઈપણ પ્રકારના સુત્રો કે લખાણવાળા કપડા પહેરી આવવાની મનાઈ છે એમ છતાંયે એક જ કલરમાં અંગ્રેજીમાં એક જ સમાન લખાણ ધરાવતા ટી-ર્શટધારીઓનો મુદ્દો ટોક ઓફ ધ કેમ્પસ બની રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન