ટાટ અને LRDનું પેપર લીક બાદ બોર્ડની પરીક્ષાને લઈ છેલ્લા બે મહિનાથી બેઠકોનો ધમધમાટ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ટાટ અને LRDનું પેપર લીક બાદ બોર્ડની પરીક્ષાને લઈ છેલ્લા બે મહિનાથી બેઠકોનો ધમધમાટ

ટાટ અને LRDનું પેપર લીક બાદ બોર્ડની પરીક્ષાને લઈ છેલ્લા બે મહિનાથી બેઠકોનો ધમધમાટ

 | 7:46 am IST

શિક્ષક માટેની ટાટની પરીક્ષા અને લોકરક્ષકની પરીક્ષાના પેપર લીક થતાં શિક્ષણ બોર્ડ ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઈ છેલ્લા બે મહિનાથી બેઠકો શરૃ કરી છે. બોર્ડના અધિકારીઓ દ્વારા પરીક્ષાનું સંચાલન કેવી રીતે થશે તેનું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે જે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ વખતે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્રો પહોચાડનાર સરકારી પ્રતિનિધિઓ અન્ય જિલ્લાના મુકવાની બોર્ડે વિચારણા કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં કેન્દ્ર સુધી પ્રશ્નપત્ર પહોચાડવા માટે સરકારી પ્રતિનિધિઓ મુકવામાં આવતા હોય છે. આ પ્રતિનિધિઓ મોટાભાગે પ્રાથમિક શાળાના આચાર્યો હોય છે. જોકે અત્યાર સુધી જે-તે તાલુકાના જ આચાર્યોને પ્રતિનિધિ તરીકે મુકવામાં આવતાં હતા. આ વખતે પેપર લીકની ઘટનાઓને લઈ શિક્ષણ બોર્ડ ભારે ચિંતામાં હોય. અને નિષ્ણાંતોના માનવા પ્રમાણે પ્રશ્નપત્ર સ્ટ્રોંગ રૃમથી કેન્દ્ર સુધીના રસ્તામાં લીક થવાની એક સંભાવના રહેલી હોય છે.

જેથી આ વખતે ભુગોળથી પરિચિત ના હોય તેવી રીતે અન્ય તાલુકાના અથવા તો અન્ય જિલ્લાના આચાર્યોને પ્રતિનિધિ તરીકે મુકાવામાં આવશે તેવુ બોર્ડના સુત્રો જણાવી રહ્યાં છે. આ સિવાય બોર્ડની પરીક્ષામાં દરેક બ્લોકનું ત્રણ-ત્રણ કલાકનું સીસીટીવી રેકોર્ડ કરવામાં આવશે, પરીક્ષા કેન્દ્ર પર માત્ર ફ્લાઈગ સ્ક્વોડ નહી પણ ફરજિયાત સ્થાઈ સ્ક્વોડ, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ-૧ અને ૨ના અધિકારીઓની ફરજિયાત હાજરી, પ્રશ્નપત્ર પહોચાડવામાં અને વિદ્યાર્થીઓને આપવાનો સમય ૧ મિનિટ પણ બદલાય નહી તેની તકેદારી, અન્ય ડીપાર્ટમેન્ટના મોટી સંખ્યામાં અધિકારીઓને બોર્ડની પરીક્ષામાં જોડવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન