આગામી ફિલ્મ માટે કરીના કપૂરને મળશે ૬ કરોડ રૂપિયા  - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • આગામી ફિલ્મ માટે કરીના કપૂરને મળશે ૬ કરોડ રૂપિયા 

આગામી ફિલ્મ માટે કરીના કપૂરને મળશે ૬ કરોડ રૂપિયા 

 | 1:48 am IST

કરીના કપૂર ખાન માતા બન્યા બાદ પણ તેની પ્રોફેશનલ કારકિર્દી પર કોઈ અસર પડી નથી. બોલિવૂડમાં ટેલેન્ટેડ અને સુંદર અભિનેત્રી તરીકે ખ્યાતનામ કરીના કપૂર ખાનને તેની આગામી ફિલ્મ માટે ૬ કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવશે. દિગ્દર્શિકા રિયા કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ વીરે દી વેડિંગથી કરીના કપૂર ખાન ફિલ્મોમાં કમબેક કરવા ઉત્સુક છે. આ ફિલ્મ માટે કરીના વજન ઘટાડવા માટે મથી રહી છે. અભિનેત્રી રોજના છ કલાક વર્કઆઉટ કરી રહી છે. વીરે દી વેડિંગમાં લીડ અભિનેત્રી તરીકે કાયમ રાખવા રિયાએ કરીનાનો ખૂબ જ ઇંતેજાર કર્યો છે. ફિલ્મ માટે પોતાના ભાગનું શૂટિંગ કરીના મે મહિનાથી શરૂ કરવાની છે. અભિનેત્રીને ફિલ્મમાં સ્ટ્રોન્ગ રોલ આપવામાં આવ્યો છે. કરીના સાથે ફિલ્મમાં સોનમ કપૂર, સ્વરા ભાસ્કર પણ મહત્ત્વના કિરદારમાં જોવા મળવાની છે. ફિલ્મનું ફર્સ્ટ શિડયુલ તેમ જ રોમેન્ટિક ગીતનું શૂટિંગ થઈ ગયું છે. ફિલ્મમાં કરીનાના ભાઈના કિરદારને જિમી શેરગિલ ન્યાય આપવાનો છે.