NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ પાંચ કારણે મા લક્ષ્મીને અર્પિત કરવામાં આવે છે કમળનું ફૂલ

આ પાંચ કારણે મા લક્ષ્મીને અર્પિત કરવામાં આવે છે કમળનું ફૂલ

 | 7:14 pm IST

19 ઓક્ટોબરે દિવાળી છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે દિવાળી પર મા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તો  આવે  છે સાથોસાથ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ પણ હોય છે. માં લક્ષ્મીની પૂજામાં કમળના ફૂલનું ઘણું મહત્વ હોય છે. દિવાળીની રાત ધનની ચાહત રાખવા વાળા ભક્ત કમળના ફૂલોથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આવો જાણો કમળના ફૂલથી દેવીની પૂજા કરવાથી શું શું ફાયદો મળે છે.

પુરાણોમાં દેવી લક્ષ્મીનું નામ એક કમળા અને કમળાસના છે. એટલે કે કમળ પર વિરાજમાન રહેનારી દેવી. કમળ પુષ્પની ખૂબી એ છે કે તે કીચડમાં ઉત્પન્ન થઈને પણ કીચડથી અલિપ્ત રહે છે. લક્ષ્મી દેવીને કમળનું પુષ્પ અર્પિત કરનારા મનુષ્ય પણ સંસારમાં ફેલાયેલી ખરાબીઓની વચ્ચે પણ સારાપણાંના રસ્તે ચાલવા સક્ષમ રહે છે.

કમળના ફૂલમાં નકારાત્મક શક્તિઓને દૂર કરવાની તાકાત હોય છે. એને દેવીને અર્પિત કરવાથી ઘરમાં ખરાબ શક્તિઓને પ્રવેશ નહિં થાય.

દેવી લક્ષ્મીને કમળ પુષ્પ અર્પિત કરવાથી અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

ભગવાન વિષ્ણુના હાથોમાં શંખ, ચક્ર, ગદા અને કમળ પુષ્પ છે જે દેવી લક્ષ્મીના સાથનું પ્રતીક છે. દેવી લક્ષ્મીને ચઢાવવામાં આવેલા કમળ પુષ્પથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન હોય છે.

કમળ પુષ્પ પર દેવીનો વાસ છે. તેથી જે ઘરોમાં કમળ પુષ્પથી પૂજા થાય છે ત્યાં દેવી લક્ષ્મીનો નિત્ય વાસ રહે છે. ઘરમાં ધનના ભંડાર ભરેલા રહે છે.