ajay devgans heroine was reduced to 8 kg weight for this reason
  • Home
  • Featured
  • Photos: અજય દેવગનની આ હીરોઈને એક ફિલ્મ માટે ઘટાડ્યું આઠ કિલો વજન

Photos: અજય દેવગનની આ હીરોઈને એક ફિલ્મ માટે ઘટાડ્યું આઠ કિલો વજન

 | 1:24 pm IST

અજય દેવગન ફરી એકવાર તેની જે ફિલ્મોમાં માસ્ટરી છે તેવી કોમેડી ફિલ્મ લઈને ફરીથી બોક્સ ઓફિસ પર છવાઈ જવા તૈયાર છે. ફિલ્મ ‘દે દે પ્યાર દે’ ફિલ્મમાં મુખ્ય રોલમાં રકુલ પ્રીત કામ કરી રહી છે આ ફિલ્મ માટે રકુલે 8 કિલો વજન ઉતાર્યુ છે. આ સાથે જ રકુલે ખુબજ મહેનત કરી છે તેણે બારટેંડિંગના ક્લાસ પણ કર્યા છે.

રકુલ ઇન્સ્ટાગ્રામ પર ખુબજ એક્ટીવ રહે છે. હાલ તેણે સોશિયલ મીડિયા પર પોતાની તરવીરો શેર કરી છે જે ખુબજ વાયરલ થઈ રહી છે.

રકુલે પોતાના આ અનુભવોને શેર કરતા કહ્યુ હતુ કે મે અઠવાડિયામાં બારટેંડિંગ વર્કશોપમાં ભાગ લીધો હતો જેથી ફિલ્મને સારો એવો ન્યાય કરી શકુ. આ પાત્ર માટે મહેનત કરવી જરૂરી હતી. મને ખરેખર ખુબજ મજા આવી જાણવા મળ્યુ કે ડ્રિંક્સ બનાવવા કેટલી મહેનત પડતી હોય છે. કેવી રીતે સર્વ કરવું કેવી રીતે ગ્લાસ પકડવો એ ખુબજ જરૂરી છે. આ તમામ વસ્તુઓને વર્કશોપથી શીખી લીધી છે.

રકુલે કહ્યુ કે આ અનુભવ ખુબજ સારો રહ્યો. બારટેંડિંગમાં શીખવાથી એકવાર મારી આંગળી પર પણ લાગ્યુ હતુ. આ પાત્રને નિભાવવા મે ખુબજ મહેનત કરી છે. હું જે પણ કરૂ એ સારૂ કરીશ પણ અજીબ ન લાગુ એ બહુ જરૂરી છે. આ ફિલ્મમાં રકુલ અજય દેવગનની સાથે તબ્બુ પણ ચમકી રહી છે. ફિલ્મ ‘દે દે પ્યાર દે’ 17 મેએ રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન