Marriage got delayed for this reason arjun kapoor and malaika arora
  • Home
  • Featured
  • Photos: તો આ કારણે મલાઈકા અર્જુન કપૂરના લગ્નમાં થઈ રહ્યુ છે મોડુ

Photos: તો આ કારણે મલાઈકા અર્જુન કપૂરના લગ્નમાં થઈ રહ્યુ છે મોડુ

 | 9:07 am IST

થોડા સમયથી બોલીવુડમાં ટ્રેડિંગ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લગ્ન કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ. કેટલાક રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ કે કપલ 19 એપ્રિલે લગ્ન કરશે. પણ આ તમામ વાતો માત્ર એક અફવા સાબીત થઈ. ખુદ મલાઈકાએ આ વાતને નકારી હતી.

હવે બંને લગ્ન કેમ નથી કરી રહ્યા અને શા કારણે તેમના લગ્નમાં મોડું થઈ રહ્યુ છે તે વાતે હાલ ચર્ચાએ જોર પકડ્યુ છે. સમાચાર મળી રહ્યા છે કે આ કપલ લગ્ન કરશે પણ હમણા થોડો સમય એક બીજા સાથે થોડો સમય વીતાવવા માંગે છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર લગ્નમાં મોડુ થવાનું બીજૂ કારણ હાલ અર્જુન ખુબજ વ્યસ્ત છે તે પણ છે. હાલ અર્જુન તેની આગામી ફિલ્મ પાનીપતનાં શૂટિંગમાં વ્યસ્ત છે. અર્જુન પહેલા પોતાનું કામ પુરૂ કરી લેવા માગે છે. પાછળથી તે લગ્ન પર ફોકસ કરશે.

24 મેએ અર્જુન કપૂરની ફિલ્મ ઈન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડ રિલીઝ થવાની છે. એવા પણ સમાચાર છે કે આ કપલ ગોવામાં લગ્ન કરશે. અર્જુન કપૂર અને મલાઈકાના લગ્ન ક્રિશ્ચિયન રીત રિવાજ પ્રમાણે થવાના છે. મલાઈકા ક્રિશ્ચિયન હોવાથી ચર્ચમાં વેડિંગ કરશે. મલાઈકાએ અરબાઝ સાથે ચર્ચમાં વેડિંગ કરી હતી. હાલ સોશિયલ મીડિયા પર આ કપલ ચર્ચાને પાત્ર છે.  જ્યાં જુઓ ત્યાં બસ એક જ ચર્ચા છે કે ક્યારે આ કપલ લગ્ન કરશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન