For Vogue India Anushka sharma and katrina kaif sizzling photo shoot
  • Home
  • Featured
  • Photos: અનુષ્કા-કેટરીનાએ આકર્ષક અદાઓથી ચલાવ્યો જાદૂ, તસવીરો જોઈ ઉડી જશે હોશ

Photos: અનુષ્કા-કેટરીનાએ આકર્ષક અદાઓથી ચલાવ્યો જાદૂ, તસવીરો જોઈ ઉડી જશે હોશ

 | 7:44 am IST

અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ બીટાઉનની ટોપ એકટ્રેસ જે પોતાની સ્ટાઈલ, અદાઓથી દર્શકોના દિલ પર રાજ કરે છે. જે પણ આ ખુબસુરત અભિનેત્રીઓને જુઓ જોતા જ રહે છે. આ બંને હસીનાઓએ તાજેતરમાં જ જે ફોટોશુટ કરાવ્યુ છે તેમાં તેમની દિલકશ અદાઓ જોઈને ભલભલા થઈ રહ્યા છે ફીદા. હોટનેસનું મીટર હાઈ છે અને ધડકન વધી જશે તેમાં કહેવાની જરૂર જ નથી. તસવીરો પરથી તમારી આંખો હટશે નહી એ વાતતો નિશ્ચીત છે.

અનુષ્કા અને કેટરીના વોગ ઈન્ડિયા મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેમાં બંને એક બીજાને જોરદાર ટક્કર આપી રહી છે. એક એકથી ચડીયાતી તેમની સેક્સી અદાઓ તમે જોતા જ રહી જશો.

અનુષ્કાએ તસવીરોમાં ડાર્ક શેડ્સ અને ટિંટ ઈફેક્ટનો ભરપુર ઉપયોગ કર્યો છે. આ કારણે તેના શાર્પ ફીચર્સ વધારે હાઈલાઈટ થઈ રહ્યા છે. અનુષ્કાએ હેરને પણ પ્લેન રાખવાની જગ્યાએ મેસી લુક આપતા તે વધારે આકર્ષક લાગી રહી છે. મેસીલુકના કારણે તેની દરેક સ્ટાઈલ અને ડ્રેસ પરફેક્ટ સૂટ કરી રહ્યા છે.

પિંક વન શોલ્ડર ડ્રેસમાં અનુષ્કા જે રીતે પોઝ આપી રહી છે સિંપલ ડ્રેસ પણ તેને સેક્સી લુક આપે છે. કેટરીના કૈફની તસવીરોમાં પણ એ જ ઇફેક્ટ જોવા મળે છે જે અનુષ્કાની તસવીરોમાં છે. જો કે કેટરીના કૈફની થીમની ખાસીયત એ છે કે વોટર ડ્રોપલેટ્સ સ્ટાઇલ છે. આ થીમ અનુસાર કેટરીના થોડી ભીની ભીની હોય તેવો લુક આપી રહી છે. સ્મોકી આંખો અને હોટ ડ્રેસમાં કેટરીના કૈફ બોલ્ડ લાગી રહી છે, જેને જોતા જ પ્રશંસકોના દિલની ધડકનો વધી જાય છે. તો તમે પણ જોઈ લો આ કામણગારી અભિનેત્રીઓનો જાદૂ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન