Palanpur: Forcing students to study below the tree
  • Home
  • Featured
  • સરકારના ‘ભણશે ગુજરાત’નાં દાવા પોકળ, છાત્રો વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર

સરકારના ‘ભણશે ગુજરાત’નાં દાવા પોકળ, છાત્રો વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર

 | 6:39 pm IST

અમીરગઢ તાલુકાના ઉપલાબંધ ગામમાં સરકાર દ્વારા બાળકોને અભ્યાસ માટે સવલત મળી રહે તે માટે પેટા વર્ગો શરૂ કર્યા છે, પરંતુ ઓરડાઓ બનાવવામાં ના આવ્યા હોવાથી બાળકોને ખુલ્લામાં વૃક્ષ નીચે ભણવા મજબૂર બનવું પડી રહ્યું છે.

અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર હોવાથી આદિવાસી બાળકોને અભ્યાસ મેળવવા સ્કૂલ સુધી જવા માટે અનેક અગવડતા પડે છે. જોકે અગવડતા સગવડતામાં પલટાય તે માટે સરકાર દ્વારા પેટા વર્ગો શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે, પરંતુ ઓરડાઓ મંજૂર કરવામાં ના આવતા બાળકોને વૃક્ષના છાયડે અભ્યાસ કરવો પડી રહ્યો છે.

અમીરગઢ તાલુકાના ઉપલાબંધ ગામમાં આવેલા મહાદેવ ફળી અને લીંબાફળીમાં ધો. 1થી 5 સુધીના પેટા વર્ગો ચાલે છે જેમાં 118 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ વર્ગો સરકાર દ્વારા બાળકોને સવલત માટે મંજૂર કરાયા હતા પરંતુ આજદિન સુધી ઓરડાઓ માટે તંત્ર કે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હોવાથી બાળકોએ ખુલ્લામાં વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરવો પડી રહ્યો છે તેમજ શિક્ષકોએ પણ ઊભા રહી અથવા નીચે બેસી અભ્યાસ કરાવવો પડે છે.

નોંધપાત્ર છે કે બાળકોને અભ્યાસ કરવો છે અને ભણશે ગુજરાત તરસે ગુજરાતના સરકારના સૂત્રને સાચું ઠેરવવું છે, પરંતુ હજુ સુધી ઓરડાઓ ના મળ્યા હોવાથી બાળકોએ નીચે પ્લાસ્ટિકના પાથરણા પર વૃક્ષ;આ છાંયડે અભ્યાસ કરવો પડી રહ્યો છે.

અમીરગઢ તાલુકાના શિક્ષણ વિભાગના સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે અમોએ બાળકોને ભણવા માટે ઓરડાઓ બનેતે અંગેની દરખાસ્ત ઉચ્ચ કક્ષાએ કરેલી છે, પરંતુ મંજૂરી મળી ના હોવાથી બાળકોએ ખુલ્લામાં અભ્યાસ કરવો પડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન