Forecast Of Heavy Rain In Next 48 Hour In Many District Of Gujarat
  • Home
  • Featured
  • આગામી 48 કલાકમાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 48 કલાકમાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

 | 6:52 pm IST

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં અત્યારે સારો એવો વરસાદ થઈ રહ્યો છે. સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ વગેરે જગ્યાએ સારો એવો વરસાદ થઇ રહ્યો છે. તો અનેક ગામો ભારે વરસાદનાં કારણે સંપર્ક વિહોણા થઇ ગયા છે. તો હવે સમાચાર આવી રહ્યા છે કે રાજ્યમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

રાજ્યનાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાતં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જામનગર, કચ્છ વિસ્તારોમાં અને અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દિરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા 48 કલાકમાં નર્મદા, મહિસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે જગ્યાએ પણ વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 કલાકમાં રાજ્યનાં 200 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં મોરબી અને ટંકારામાં સૌથી વધું 10-10 ઇંચ, ધાંગધ્રામાં 8 ઇંચ, કાલાવડમાં સાડા સાત ઇંચ, લોધિકા અને માળિયા-મિયાણામાં 7 ઇંચ, રાધનપુર, પડધરી અને રાજકોટમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. તો રાજ્યનાં 51 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ વિડીયો પણ જુઓ: આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન