કપાળ પરના સફેદ પટ્ટાના કારણે તેનું નામ બેજર પડયું  ! - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • કપાળ પરના સફેદ પટ્ટાના કારણે તેનું નામ બેજર પડયું  !

કપાળ પરના સફેદ પટ્ટાના કારણે તેનું નામ બેજર પડયું  !

 | 1:00 am IST

બેજર્સ મુસ્ટેલિડી પરિવારમાં રહેનારું સર્વભક્ષી જીવ છે. બેજર્સની ૧૧ પ્રજાતિઓ છે. જે ત્રણ પેટા જાતિમાં પરિવારોમાં વહંેચાયેલી છે. જેવી કે યુરોપિયન બેજર, હની બેજર, અમેરિકન બેજર અને એશિયાટીક બેજર એમ ઘણી જાતિમાં જોવા મળે છે. મૂળ શબ્દ બેજર તે યુરોપિયન બેજર પરથી લાગુ પડે છે. તેમના કપાળ પરના સફેદ પટ્ટાના કારણે તેમનું નામ બેજર પડયું છે. બેજર એ એક ડુક્કરની જાતિ છે. તેઓ મોટે ભાગે અમેરિકા, આયરલેન્ડ, બ્રિટન અને યુરોપમાં જોવા મળે છે તેમજ ઉત્તર દક્ષિણ સ્કેન્ડિનેવિયામાં પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. પૂર્વ બાજુમાં તે જાપાન અને ચાઇનામાં જોવા મળે છે.

બેજરને નાના વાળ હોય છે. તેમજ તેનું શરીર પગના પ્રમાણમાં મોટું હોય છે. તેના પગ ટૂંકા હોય છે. તે પોતાના પગ વડે જમીનમાં ખાડો ખોદી શકે છે. બેજર વિસ્તરેલા પ્રાણી છે. તેને વેશેલજાતિના બેજર જેવું માથંુ હોય છે અને નાના કાન હોય છે. તેમની પૂંછડી જાતિના આધારે લાંબી ટૂંકી હોય છે. સ્ટિંક બેજરની પૂંછડી ખૂબ જ નાની હોય છે, જ્યારે ફેરેટ બેજરની પૂંછડીની લંબાઇ ૫૧ સે.મી. લાંબી હોય છે. બેજરની પૂંછડી તેમની ઉંમરના આધારે નાની-મોટી હોય છે. તેમનું મોઢું કાળા કલરનું હોય છે અને તેના પર વિશિષ્ટ પ્રકારની સફેદ પટ્ટીઓ હોય છે. તેમના શરીરમાં માથાથી લઇને પૂંછડી સુધી આછા રંગનો ભૂરો પટ્ટો હોય છે. તેમના પગ કાળા હોય છે અને તેમનું પેટ આછા ભૂરા કલરનું હોય છે. તેમનું કદ પૂંછડી સાથે લગભગ ૯૦ સે.મી. લાંબુ હોય છે. યુરોપિયન બેજર કદમાં સૌથી નાના હોય છે. જ્યારે અમેરિકન બેજર, હોગ બેજર અને હની બેજર કદમાં નાના અને વજનમાં હલકા હોય છે. સ્ટિંક બેજર તેનાથી પણ નાના હોય છે જ્યારે ફેરેટ બેજર સૌથી નાના કદના સસ્તન પ્રાણી હોય છે. તેઓ આશરે ૯ કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે, જેમાં કેટલાક યુરેશિયન બેજર લગભગ ૧૮ કિલોગ્રામના હોય છે.

તેમની વર્તણૂક પરિવારથી અલગ હોય છે. તેઓ જમીનમાં ખાડો ખોદીને રહે છે જેને દર કહે છે. તેમનું દર ખૂબ જ ઊંડે સુધી ખોદેલું હોય છે. કેટલાક બેજર એકલા રહેવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક એક દરમાંથી બીજા દરમાં આવ-જા કરતા હોય છે. થોડા જ સમયમાં તે ૨૫થી ૩૦ કિલોમીટર દોડી શકે છે. બેજર નિશાચર પ્રાણી છે. તેમનો ખોરાક મોટે ભાગે અળસિયા, નાના જંતુઓ, પક્ષીઓના ઇંડાં ખાય છે. તે ઉપરાંત તેઓ નાના સસ્તન પ્રાણીઓ, ઉભયજીવી, પક્ષીઓ તેમજ મૂળ અને ફળ ખાય છે.

ઘણાં દેશોમાં શોખ માટે બજેરનો શિકાર કરે છે. બેજરનો શિકાર કરવા લોકો જર્મનનો ડાયસુન્ડ નામનો કૂતરો રાખતા હતા. તેમજ પહેલાના જમાનામાં ડાયસુન્ડ અને બેજર વચ્ચે મોતની રમત પણ રમાતી હતી. સામાન્ય રીતે બેજર ખૂબ નમ્ર સ્વભાવનું હોય છે, પણ જ્યારે તે લડતના મેદાનમાં ઉતરે ત્યારે ખૂંખાર બની જાય છે. બેજરના ચામડાનો ઉપયોગ સદીઓથી શેવિંગ બ્રશ બનાવવા માટે વપરાય છે.

[email protected]