વિદેશી રોકાણકારોમાં ભારતનું આકર્ષણ, છેલ્લાં ૧૧માંથી ૯ વર્ષમાં નેટ લેવાલી કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વિદેશી રોકાણકારોમાં ભારતનું આકર્ષણ, છેલ્લાં ૧૧માંથી ૯ વર્ષમાં નેટ લેવાલી કરી

વિદેશી રોકાણકારોમાં ભારતનું આકર્ષણ, છેલ્લાં ૧૧માંથી ૯ વર્ષમાં નેટ લેવાલી કરી

 | 1:23 am IST
  • Share

મુંબઈ, તા.૧

ભારતીય ઈક્વિટી માર્કેટ વિદેશી રોકાણકારો માટે આકર્ષક રહી છે. એફઆઈઆઈ માટે ભારતીય મુડીબજાર ફેવરિટ માર્કેટ છે. છેલ્લા ૧૧ વર્ષમાં ૯ વર્ષ દરમિયાન ભારતીય ઈક્વિટી માર્કેટમાં ની ચોખ્ખી લેવાલી જોવા મળી છે. માત્ર બે જ વર્ષમાં ચોખ્ખી વેચવાલી રહી હતી. પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો બાદ તો ભારતીય જનતા પક્ષની સ્થિતિ વધુ મજબૂત બની છે. વિદેશી રોકાણકારોનું માનવું છે કે હવે આર્િથક સુધારાઓ ઝડપી બનશે. ચૂંટણીના પરિણામો બાદ માર્ચમાં ની મોટાપાયે ખરીદી જોવા મળી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પણ એફઆઈઆઈની લેવાલી ચાલુ રહેવાની અપેક્ષા છે.

નાણાકીય વર્ષ ૨૦૦૬-૦૭થી વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૧૧ વર્ષના સમયગાળામાં માત્ર બે જ વર્ષ ૨૦૦૮-૦૯ અને વર્ષ ૨૦૧૫-૧૬માં ની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી.

૧૧ વર્ષમાંથી જે નવ વર્ષમાં વિદેશી રોકાણકારોની ભારતીય ઈક્વિટી માર્કેટમાં ચોખ્ખી ખરીદી જોવા મળી છે. એની વિગત જોઈએ. વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૩.૬૮ અબજ ડોલર, ૨૦૧૪-૧૫માં ૧૮.૦૭ અબજ ડોલર અને ૨૦૧૬-૧૭માં ૬.૪૫ અબજ ડોલર જેટલી રહી હતી.જે બે વર્ષ દરમિયાન વિદેશી રોકાણકારોની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી એની વિગત જોઈએ. વર્ષ ૨૦૦૮-૦૯માં ચોખ્ખી વેચવાલી ૧૦.૭૧ અબજ ડોલર અને ૨૦૧૫-૧૬માં ૧.૫૧ અબજ ડોલર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન