Foreign Minister Jaishankar Statement On India-China Standoff
  • Home
  • Featured
  • ચીનની હરકતો પર વિદેશ મંત્રી જયશંકરનું આવ્યું મોટું નિવેદન, આપણે મુકાબલો તો…

ચીનની હરકતો પર વિદેશ મંત્રી જયશંકરનું આવ્યું મોટું નિવેદન, આપણે મુકાબલો તો…

 | 9:51 am IST

લદ્દાખ બોર્ડર પર ચીનની સાથે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે આપણે (ભારતને) ચીન સામે મુકાબલો કરવા માટે તૈયાર રહેવું જ પડશે. જયશંકરનું આ નિવેદન ચીનની સાથે પાંચમા રાઉન્ડની વાતચીત પહેલાં આવ્યું. આ વાતચીત પહેલાં રદ્દ થઇ હતી પરંતુ હવે જે સવારે 11 વાગ્યે થવાની છે.

એસ.જયશંકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ચીનના મુદ્દા પર એસ.જયશંકર બોલ્યા કે ચીનની સાથે સંતુલન સુધી પહોંચવું સરળ નથી. ભારતે તેનો વિરોધ કરવો પડશે અને મુકાબલ માટે ઉભા રહેવું જ પડશે.

ચીનને સંદેશ આપતા જયશકંરે એ પણ સ્પષ્ટતા કરી દીધી કે બોર્ડર પર તેની (ચીન) હરકતોની અસર વેપાર પણ પડવાનું નક્કી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે બોર્ડરની સ્થિતિ અને અમારા સંબંધોને અલગ-અલગ કરીને જોઇ શકાય નહીં. આ સચ્ચાઇ છે.

જયશંકરનું આ મોટું નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે ચીન પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી. તેઓ લદ્દાખમાં પોતાની સેનાને પાછળ લઇ જવાની વાત કતો કરે છે પરંતુ હકીકતમાં એવું થતું દેખાઇ રહ્યું નથી. તેના લીધે પાંચમા રાઉન્ડની સૈન્ય મીટિંગ પહેલાં રદ્દ થઇ ગઇ હતી. જો કે હવે સવારે 11 વાગ્યે આ મીટિંગ થવાની છે.

અમેરિકાના સાથેના સંબંધ બદલાઇ રહ્યા છે: જયશંકર

વિદેશ મંત્રીએ અમેરિકાની સાથે ભારતના સંબંધો પર પણ વાત કરી. તેઓ બોલ્યા કે યુએસ સંગ સંબંધ બદલાઇ રહ્યા છે. જયશંકર બોલ્યા કે ભારત અમેરિકાનું પરંપરાગત સાથી નથી પરંતુ હવે સંબંધ શ્રેષ્ઠ. જયશંકરે કહ્યું કે ચીનની સાથે ભારતના સંબંધ દ્વિપક્ષીય છે. જો અમેરિકા સાથે સંબંધોના સંદર્ભમાં તેને જોઇશું તો અંદાજો ખોટો હોઇ શકે છે.

આ વીડિયો પણ જુઓ : દેશમાં કોરોનાના કુલ 16, 95, 988 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન