Foreign Minister of India Dr S Jaishankar on a trip to Israel
  • Home
  • Featured
  • ભારત-ઈઝરાયલ વચ્ચે આ બાબતે બની સંમતિ, થશે મોટો ફાયદો

ભારત-ઈઝરાયલ વચ્ચે આ બાબતે બની સંમતિ, થશે મોટો ફાયદો

 | 7:52 pm IST
  • Share

  • ભારત અને ઈઝરાયલના સંબંધો થશે વધુ મજબૂત
  • ભારતીયોને ઈઝરાયલ જવામાં નહીં પડે મુશ્કેલી
  • કોરોના સર્ટિફિેકેટ અંગે લેવાયો મહત્ત્વનો નિર્ણય

ભારતના વિદેશમંત્રી ડો. એસ જયશંકર આ સમયે ઈઝરાયલના પ્રવાસે છે. રવિવારે ઈઝરાયલ પહોંચેલા જયશંકરે સોમવારે ત્યાના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી સાથે મહત્ત્વની બેઠક કરી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, બન્ને દેશ આવતા મહિને મુક્ત વેપાર કરાર(Free Trade Agreement)ને લઈને ફરીથી વાતચીત શરૂ કરશે.

બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી પેન્ડિંગ આ સોદાને આવતા વર્ષે જૂનમાં પુરો કરવાની ખાતરી આપી. જયશંકર અને ઈઝરાયલના વિદેશ મંત્રી યાઈર લાપિદ વચ્ચે રસીકરણ સર્ટિફિકેટની પારસ્પરિક માન્યતા અંગે પણ સંમતિ બની છે. તેમણે ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થવા માટે ઈઝરાયલને ઘન્યવાદ પણ કહ્યું. કોવિડ મહામારી દરમિયાન બન્ને દેશો વચ્ચે યાત્રાને સરળ બનાવવાના પ્રયાસ અંતર્ગત ભારત અને ઈઝરાયલ પારસ્પરિક રૂપથી રસીકરણ પ્રમાણપત્રની માન્યતા પર પણ સંમતિ બની છે.

પોતાની પહેલી ઈઝરાયલ યાત્રા પર ગયેલા જયશકંર રાષ્ટ્રપતિ ઈસાક બજોંગ સાથે પણ મુલાકાત કરશે. જયશંકર ભારત માટે ઐતિહાસિક મહત્ત્વના સ્થાનની પણ મુલાકાત લેશે. જુલાઈ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક ઈઝરાયલ યાત્રા દરમિયાન બન્ને દેશોએ પોતાના દ્વિપક્ષીય સંબંધોને એક રણનીતિક ભાગીદારીના રૂપે આગળ વધાર્યા હતા. ત્યારથી લઈને આજ સુધી તેમા ઘણો વધારો થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો