India Gave Strong Reply To Pakistan On Jammu And Kashmir Issue
  • Home
  • Featured
  • કાશ્મીર મામલે દુનિયામાં જૂઠ ફેલાવી રહેલા પાકિસ્તાનને ભારતે ‘બોચીએથી પકડ્યું’, કહ્યું કે…

કાશ્મીર મામલે દુનિયામાં જૂઠ ફેલાવી રહેલા પાકિસ્તાનને ભારતે ‘બોચીએથી પકડ્યું’, કહ્યું કે…

 | 5:57 pm IST

કાશ્મીર મુદ્દાને લઇને વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે, “પાકિસ્તાને સમજવું જોઇએ કે એક જ જૂઠ વારંવાર બોલવાથી સત્ય બદલાઇ જવાનું નથી. કાશ્મીરમાં માનવઅધિકારને લઇને પાકિસ્તાનની વાત કરવી મારી સમજની બહાર છે, જ્યારે પાકિસ્તાન ખુદ આતંકીઓને રક્ષણ આપે છે.” રવીશ કુમારે કહ્યું કે, “કરતારપુર કોરિડોરને લઇને ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે.”

કાશ્મીરમાં સામાન્ય થઈ રહી છે પરિસ્થિતિ

કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે. દવાઓનો પુરવઠો પણ બરાબર છે. બેંકો પણ સામાન્ય રીતે કામ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને મેળવીને ફક્ત 11 પોલીસ સ્ટેશન એવા છે જેમના માટે સમયની સીમા નક્કી કરવામાં આવી છે. મોબાઈલ સેવા કાશ્મીરમાં યોગ્ય રીતે કામ કરી રહી છે. તમામ ટેલિફોન એક્સચેંજ પણ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે.”

આતંકવાદ પર પાકિસ્તાનનાં વલણને જાણે છે દુનિયા

રવીશ કુમારે કહ્યું કે, “સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં આપણા પ્રતિનિધિમંડળે પોતાનો પક્ષ રાખ્યો. આપણે પાકિસ્તાનનાં જૂઠ અને વિકૃત નિવેદનનો જોરદાર જવાબ આપ્યો. વૈશ્વિક સમુદાય પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદીનું પાલન-પોષણ કરી રહ્યું છે તે જાણે છે.”

રવીશ કુમારે પાકિસ્તાન પર કર્યો કટાક્ષ

રવીશ કુમારે પાકિસ્તાનની મજાક ઊડાવતા કહ્યું કે, “જે ખુદ જ વૈશ્વિક આતંકવાદનો ગઢ છે, તેના માટે વૈશ્વિક સમુદાયની સામે નાગરિક અધિકારો વિશે બોલવાનું નાટક કરવાની વાત ઘણી સાહસિક રહી હશે. આ મોટી વાત છે. તેણે સમજી લેવું જોઇએ કે એક જૂઠને વારંવાર બોલવામાં આવતા સત્ય બદલાઈ નથી જાતુ. આ વાત આ બેઠક દરમિયાન પણ સામે આવી છે.”

આ વિડીયો પણ જુઓ: સાણંદના ઝોલપુર શિક્ષિકાઓને હેરાન કરવાનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન