વિદેશમાં ભાવ ઘટતાં ખાંડના વધારાના જથ્થાની નિકાસ ઘટશે - Sandesh
  • Home
  • Business
  • વિદેશમાં ભાવ ઘટતાં ખાંડના વધારાના જથ્થાની નિકાસ ઘટશે

વિદેશમાં ભાવ ઘટતાં ખાંડના વધારાના જથ્થાની નિકાસ ઘટશે

 | 12:14 am IST

નવી દિલ્હી :

ડોલર સામે રૂપિયો મજબૂત થતા અને વિદેશમાં ખાંડના ભાવમાં ઘટાડો થતા સરકાર દ્વારા નિર્ધારિત ૫૦ લાખ ટન ખાંડની નિકાસનું લક્ષ્ય પાર પડે એવી શક્યતા જણાતી નથી, એમ ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું.

વિશ્વમાં ખાંડના ઉત્પાદનમાં બીજા ક્રમના દેશ ગણાતાં ભારતમાંથી ખાંડના ઓછા શિપમેન્ટ ૨૦૧૮ના વર્ષમાં ખાંડના વૈશ્વિક ભાવમાં ૨૦ ટકા ઘટાડાને ટેકો પૂરો પાડી શકે પરંતુ અમુક નિકાસકારો આગામી માર્કેટિંગ મોસમ પૂર્વે ખાંડનો જથ્થો વધારી શકે અને કમજોર ઉદ્યોગને વધુ ટેકો પૂરો પાડવા સરકાર ઉપર દબાણ કરી શકે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ૨૦૧૮-૧૯ના પહેલી ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષમાં ભારત ૨૫ લાખથી ૩૫ લાખ ટન ખાંડની નિકાસ કરી શકે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં ભારત ૨૫થી ૩૫ લાખ ટન ખાંડની નિકાસ કરી શકે. દેશમાં ખાંડ એક ટનના રૂ.૨૯,૨૦૦ (૪૧૪ ડોલર)ના ભાવે વેચવામાં આવી રહી છે જ્યારે નિકાસકારોને તેના કરતા ઘણાં ઓછા ભાવ (એક ટનના રૂ.૧૯,૦૦૦) મળી રહ્યા છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું. ખાંડના પ્રવર્તમાન વૈશ્વિક ભાવને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા નિર્ધારિત નિકાસ લક્ષ્ય પાર પડે એવું લાગતું નથી. રોકડ રકમની મુશ્કેલી અનુભવતી ખાંડની મિલોને વધારાની ખાંડને વિદેશમાં વેચવા પ્રોત્સાહન આપવા સરકારે ટ્રાન્સપોર્ટ સબસિડી અને શેરડીની ચુકવણીની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જ જાય એ રીતે ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે એમ છતાં પ્રવર્તમાન ભાવને કારણે મોટી સમસ્યા છે.આગામી મહિનાઓમાં નિકાસ વેગ પકડી શકે પરંતુ ખેડૂતોને શેરડીની રકમ ચૂકવવામાં ખાંડની મિલો હાલમાં મુશ્કેલી અનુભવી રહી છે, એમ ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશનના પ્રમુખ રોહિત પવારે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;