Foreign Secretary Of America Mike Pompeo Welcomes Indias Move Of Banning Chinese Apps
  • Home
  • Featured
  • ‘નમસ્તે ટ્રમ્પ’ ડિપ્લોમેસી આખરે રંગ લાવી, ખરા સમયે ભારતની પડખે આવીને ઉભુ રહ્યું અમેરિકા

‘નમસ્તે ટ્રમ્પ’ ડિપ્લોમેસી આખરે રંગ લાવી, ખરા સમયે ભારતની પડખે આવીને ઉભુ રહ્યું અમેરિકા

 | 10:56 pm IST

ચીનના 59 એપ્સને પ્રતિબંધિત કરવાના ભારત સરકારના નિર્ણયને અમેરિકાનો ટેકો મળ્યો છે. અમેરિકાએ ભારતની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. અમેરિકી વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ જણાવ્યું કે આ પગલું ભારતની અખંડિતતા, અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે જરૂરી છે.

એક સ્ટેટમેન્ટ જારી કરતા પોમ્પિયોએ કહ્યું કે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના સર્વેલન્સ સ્ટેટ તરીકે કામ કરનાર કેટલાક નિશ્ચિત મોબાઈલ એપ્સ પર ભારતના પ્રતિબંધનું અમે સ્વાગત કરી છીએ. ભારતનો ક્લિન એપ એપ્રોચ તેની સાર્વભોમત્વતા, એકતા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે.

આ પહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે કોરોના મહામારીના યુગમાં આજે લોકો વધારેમાં વધારે ચીન પર ગુસ્સે થઈ રહ્યાં છે.

ગત અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, રોબર્ટ ઓ,બ્રાયને આરોપ લગાવ્યો હતો કે ચીન સરકાર પોતાના સ્વયંના પ્રયોજનો માટે ટિકટોકનો ઉપયોગ કરી રહી છે. ઓ’બ્રાયને કહ્યું કે ટિકટોક પર, 40 મિલિયનથી વધુ અમેરિકી ઉપયોગકર્તાની સાથે એક ચીની સ્વામિત્વવાળા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, તમારા બાળકો, અને નાના સહયોગીઓ, CCP (ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી) અને બીજિંગની નીતિઓની ટીકા કરનાર ખાતાને નિયમિતરૂપથી દૂર કરી દે છે. 

અમેરિકી કોંગ્રેસમાં ઓછામાં ઓછા બે બિલ સંઘીય સરકાર અધિકારી પોતાના સેલફોન પર ટિકટોકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધિત કરવા માટે સસ્પેંડ છે. આ પ્રકારની ભાવનાઓ દર્શાવતા ભારતના નિર્ણય બાદ અમેરિકામાં અલગ સંદેશો જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન