Forest Officer offering Water to Cobra Video goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • શું તમે કોબ્રાને બોટલમાંથી પાણી પીતા જોયો છે ? જુઓ ભાગ્યે જ જોવા મળતો આ VIDEO

શું તમે કોબ્રાને બોટલમાંથી પાણી પીતા જોયો છે ? જુઓ ભાગ્યે જ જોવા મળતો આ VIDEO

 | 5:48 pm IST

કોબ્રાની ગણતરી દુનિયાના સૌથી ઝેરીલા સાપોમાં થાય છે. કોબ્રા સાપનો ડર એવો છે કે તેનું નામ સાંભળીને જ લોકોના પરસેવા છૂંટી જાય છે. એવામાં જો કોબ્રા સાપ તમારી સામે આવે તો… એવો વિચાર માત્ર આપને ડરાવવા માટે પર્યાપ્ત છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર કોબરા સાપનો એક એવો વીડિયો થયો છે જેને જોઈ તમારો ડર કદાચ ઓછો થઈ જશે.

આ વીડિયોમાં કોબ્રા સાપ સાથે એક શખ્સ દેખાઈ રહ્યો છે. જે સાપ માટે સહાનુભૂતિ રાખે છે. કોબ્રા સાપોની ભૂખ અને તરસનું સંપૂર્ણ ધ્યાન પણ રાખે છે. વીડિયોમાં આ શખ્સ કોબર સાપને પાણી પીવડાવતા દેખાઈ રહ્યો છે.

રિપોર્ટ મુજબ આ શખ્સ ફોરેસ્ટ ઓફિસર છે જે જંગલી કોબ્રા સાપને બોટલ વડે પાણી પીવડાવી રહ્યો છે. કદાચ પહેલી વખત કોઈ વીડિયોમાં કોબ્રા સાપ આવો શાંત દેખાઈ રહ્યો છે. ફોરેસ્ટ ઓફિસર કોઈ પણ ડર વગર બોતલને કોબ્રા સાંપના મોઢે લગાવે છે અને ધીમે-ધીમે પાણી પીવડાવે છે. જોકે હાલ આ વીડિયોની સત્યતા વિશે કોઈ પુષ્ટિ મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન