Sharad Pawar Said - Formation Of MH Government Might Take More Time
  • Home
  • Featured
  • શિવસેનાનું સપનું અધુરું જ રહેશે, શરદ પવારનું નિવેદન બગાડી શકે છે ખેલ!

શિવસેનાનું સપનું અધુરું જ રહેશે, શરદ પવારનું નિવેદન બગાડી શકે છે ખેલ!

 | 12:47 pm IST

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનાં શિવસેનાનાં પ્રયત્નો સફળ થતી તો જોવા મળી રહી છે અને સરકાર બનાવવાની સ્થિતિમાં તેનો મુખ્યમંત્રી પણ બનશે તેવું લાગી રહ્યું છે. તેમ છતા શિવસેનાની ઇચ્છા અધુરી રહેશે. શિવસેના ઇચ્છતી હતી કે 17 નવેમ્બરનાં રાજ્યમાં સરકારની રચના થઈ જાય. આવું એ માટે કારણ કે શિવસેના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે. આ કારણે આ દિવસ શિવસૈનિકો માટે ઘણો મહત્વનો છે.

 શરદ પવારનાં નિવેદનથી ઝાટકો 

શિવસૈનિકોની આ ઇચ્છાને એનસીપી પ્રમુખ શરદ પવારનાં નિવેદનથી ઝાટકો લાગ્યો છે. શરદ પવારે કહ્યું છે કે સરકાર બનાવવામાં હજુ સમય લાગશે. શરદ પવારે એક અનૌપચારિક વાતચીતમાં કહ્યું છે કે, “મહારાષ્ટ્રમાં સરકાર ગઠનમાં હજુ મોડું થશે.” શરદ પવાર શુક્રવારનાં નાગપુરમાં હતા. અહીં કૉંગ્રેસ ધારાસભ્ય નિતિન રાઉતનાં ઘરે તેમણે આ વાતો કરી હતી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના સતત કહેતી આવી રહી છે કે બાલા સાહેબનું સપનું હતુ કે એક દિવસ એક શિવસૈનિક મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનશે. ઉદ્ધવ ઠાકરે કહી ચુક્યા છે કે તેમણે બાલા સાહેબને વાયદો કર્યો છે કે એક દિવસ શિવસેનાનો સીએમ બનશે. આ વચનને આગળ ધરીને શિવસેના બીજેપી પર દબાવ બનાવી રહી હતી. જો કે બીજેપીની સાથે તેની ડીલ અસફળ રહી, ત્યારે શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી તરફ પ્રયાણ કર્યું.

સરકાર ગઠનનો મામલો ડેડ એન્ડમાં ફસાયેલો છે

મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની સરકાર બનાવવા માટે ત્રણેય દળોની વચ્ચે ઘણીવાર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વાત થઈ ચુકી છે, પરંતુ રાજનીતિનાં આ ત્રણ સંભવિત દોસ્તોનો આધાર એટલો વિરોધાભાસથી ભરેલો છે કે એક મુદ્દાનો ઉકેલ લાવતા જ બીજો ઉભો થઈ જાય છે. ત્રણેય દોસ્તોની વચ્ચે એકબીજા પર અવિશ્વાસ કરવા માટેનાં અનેક કારણો છે તો એક-બીજાની વચ્ચે કડવી નિવેદનબાજીનો ઇતિહાસ પણ છે. આ કારણથી ઘણા રાઉન્ડની વાતચીત છતા સરકાર ગઠનનો મામલો ડેડ એન્ડમાં ફસાયેલો છે. આ દરમિયાન શરદ પવાર રવિવારનાં એકવાર ફરીથી સોનિયા ગાંધીથી મુલાકાત કરવાના છે. આ મુલાકાતમાં એકવાર ફરીથી સરકાર ઘટનની ડીલની શરતો પર મંથન હશે.

કૉંગ્રેસ એકલી મુદ્દાઓનું નિરાકરણ ના લાવી શકે – ખડગે

આ ત્રણેય દળોને સરકાર ગઠન માટે એક લાઇનમાં લાવવા કેટલા મુશ્કેલ છે તેનો અંદાજો કૉંગ્રેસનાં મહારાષ્ટ્ર પ્રભારી મલ્લિકાર્જુન ખડગેનાં એ નિવેદનથી લગાવવામાં આવી શકે છે, જેમાં તેમણે કહ્યું છે કે કૉંગ્રેસ એકલી મુદ્દાઓનું નિરાકરણ ના લાવી શકે. બંને નેતાઓએ સાથે બેસવું પડશે. અહીં બીજા નેતા તરીકે ખડગેએ શરદ પવાર તરફ ઇશારો કર્યો છે. ખડગેએ કહ્યું કે, “ફક્ત કૉંગ્રેસ ચીજો નક્કી કરી શકે છે. એનસીપી ચીફ શરદ પવાર અને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રવિવારનાં એક સાથે બેસશે. આ દરમિયાન આગળની કાર્યવાહી પર ચર્ચા થશે. આ લોકો નક્કી કરશે કે સમસ્યાઓ કેવી રીતે ઉકેલવામાં આવશે, ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.”

આ વિડીયો પણ જુઓ: મહારાષ્ટ્રમાં સરકારમાં ભાગીદાર થવા કોંગ્રેસની જીદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન