Forme Air Marshal AY Tipnis on Balakot Air Strike
  • Home
  • Featured
  • પૂર્વ એર ચીફ માર્શલે જણાવ્યું કે કેમ બાલાકોટમાં જૈશનો આતંકી કેમ્પ સલામત દેખાઈ રહ્યો છે

પૂર્વ એર ચીફ માર્શલે જણાવ્યું કે કેમ બાલાકોટમાં જૈશનો આતંકી કેમ્પ સલામત દેખાઈ રહ્યો છે

 | 7:11 pm IST

ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ પણ બાલાકોટમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ સલામત દેખાઈ રહ્યાં છે. આ બાબતને લઈને વિદેશી મીડિયાએ ભારતીય વાયુસેનાનીએ કાર્યવાહી પર શંકા વ્યક્ત કરી હતી. જેને આધાર બનાવીને ભારતના કેટલાક રાજકીય પક્ષોએ સેના અને સરકાર પર પ્રશ્નાર્થ સરજ્યા હતાં. જેનો જવાબ પૂર્વ એર ચીફ માર્શલ વાઈ ટિપનિસે આપ્યો છે.

પૂર્વ એર ચીફ માર્શલ ટિપનિસે સમજાવ્યું છે કે, કેમ બાલાકોટમાં જૈશના કેમ્પ સલામત રહ્યાં. તેમણે જણાવ્યું હતું કે, સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી તરવીરોમાં બાલાકોટ ખાતેના જૈશના ટ્રેનિંગ કેમ્પ કંઈક અંશે સલામત દેખાઈ રહ્યાં છે તેનો એ અર્થ નથી કે આતંકવાદીઓને નુંકશાન નથી થયું. આતંકીઓ પર મોટા પાયે નુંકશાન થયું છે. કારણ કે યુદ્ધ વિમાન મિરાજ-2000 મારફતે જે સ્પાઈસ-2000 બોમ્બ ફેંકવામાં આવ્યા હતાં તે સટીક નિશાને પડ્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે, ઈઝરાયેલી બનાવટના સ્પાઈસ-2000 બોમ્બ એકદમ હાઈટેક છે અને આ બોમ્બ બહારની સરખામણીમાં આંતરીક સ્તરે વધારે વિનાશ વેરે છે. તેને મિરાજ-2000ના સ્પેશિયલ કોમ્યુટર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. એની તાકાતનો અંદાજ એ વાત પરથી આવી જાય છે કે આ બોમ્બ 10 ફૂટ જાડી દિવાલમાં સુરંગ બનાવીએને ટાર્ગેટ સુધી પહોંચી શકે છે. એટલે જ બાલાકોટમાં જૈશની બિલ્ડિંગ એમને એમ જ ઉભેલી દેખાય છે, પણ કહીકતમાં બોમ્બે છતમાં છેદ પાડીને અંદરના ટાર્ગેટને ભારે નુંકશાન પહોંચાડ્યું છે.

પૂર્વ એર ચિફ માર્શલની વાત પ્રમાણે ટાર્ગેટ સુધી પહોંચ્યા બાદ સ્પાઈસ-2000 બોમ્બ સામે કોઈ પણ ટકી શકતું નથી. માટે હુમલાના દિવસે બિલ્ડિંગની અંદર જે પણ થયું હશે તે છેલ્લા દિવસ સમાન હશે. માટે જ જૈશના કેમ્પની છતો પર બોમ્બની સુરંગ પરથી અંદાજ લગાવી શકાય છે.

આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વાયુસેનામાં હંમેશા સટીક જાણકારી બાદ જ ટાર્ગેટ સુધી પહોંચવાની રણનીતિ બનાવવામાં આવે છે. માટે એક વાત તો સ્પષ્ટ છે કે, જે મકાન પર હુમલા કરવામાં આવ્યા તે ટ્રેનિંગ કેમ્પ જ હતાં, પરંતુ હુમલાના કેટલાક કલાકો પહેલા જો આતંકવાદીઓએ પોતાના સ્થાન બદલ્યું હોય તો બચી ગયા હોઈ શકે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, આતંકી કેમ્પો પર કાર્યવાહી માટે 12 મિરાજ-2000ના બદલે જો 12 રાફેલ વિમાનો હોત તો પાકિસ્તાનમાં ખરેખર હાહાકાર મચી ગયો હોત. આજે ભારતીય વાયુસેનાને રાફેલની તાતી જરૂર છે. ભારતીય વાયુસેનાને 1 કે 2 નહીં પણ વધારે રાફેલની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન