લાપતા ભારતીય સૈન્ય જવાન આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનમાં જોડાયો - Sandesh
  • Home
  • India
  • લાપતા ભારતીય સૈન્ય જવાન આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનમાં જોડાયો

લાપતા ભારતીય સૈન્ય જવાન આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનમાં જોડાયો

 | 7:10 pm IST

દક્ષિણ કાશ્મીરમાંથી એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગાયબ થયેલા સેનાનો જવાન આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનમાં શામેલ થઈ ગયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગાયબ જવાન સેનાની જમ્મૂ-કાશ્મીર લાઈટ ઈન્ફ્રેંટ્રીમાં પોસ્ટેડ હતો. તે આતંકવાદી સંગઠનમાં શામેલ થયો હોવાની જાણકારી રવિવારે મળી હતી.

જવાન મહિનાની શરૂઆતમાં જ શોપિયાંથી લાપતા થઈ ગયો હતો. કહેવાય છે કે ગઈ કાલે રવિવારે જ સેનાનો જવાન આતંકવાદી સંગઠનમાં શામેલ થઈ ગયો હતો. જવાન બે સ્થાનિક લોકો સાથે આતંકવાદી સંગઠનમાં શામેલ થયો છે.

જો કે, સૈન્યએ આવી કોઈ પણ પ્રકારની જાણકારીનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. સેનાએ આ મામલે કહ્યું છે કે, જવાન હજી લાપતા છે અને કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયો હોવાની પુષ્ટિ થઈ નથી. બીજી બાજુ જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, મીર ઝારખંડમાં તૈનાત હતો અને આ બાબતને લઈને નિરાશ હતો.