Former ASI director KK Muhammed Says, Most perfect Judgment
  • Home
  • Ayodhya Verdict
  • આ અધિકારીએ જ સૌપ્રથમવાર કહ્યું હતું કે મસ્જિદની નીચે ભવ્ય મંદિર હતુ અને પલટાયો આખો કેસ

આ અધિકારીએ જ સૌપ્રથમવાર કહ્યું હતું કે મસ્જિદની નીચે ભવ્ય મંદિર હતુ અને પલટાયો આખો કેસ

 | 6:30 pm IST

અયોધ્યા કેસમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની પાંચ જજોની બેંચે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પોતાના આ ચુકાદાને આર્કિઓલોજીક સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ના રિપોર્ટને મહત્વનો આધાર માન્યો હતો. આ રિપોર્ટના આધારે જ સુપ્રીમ કોર્ટે સ્વિકાર્યું હતું કે, અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન પર મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી.

જોકે ASIના આ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મંદિર તોડીને જ મસ્જિદ બનાવવામાં આવી હોવાના કોઈ ચોક્કર જાણકારી નથી. પરંતુ સૌપ્રથમ ભારતીય પુરાતત્વ સાર્વેક્ષણ (ASI)ના પૂર્વ ડાયરેક્ટર કે કે મુહમ્મદે મસ્જિદની નીચે જ મંદિરના અવશેષો મળ્યા હોવાનો દાવો કર્યો હતો. આ દાવાએ આજે અયોધ્યા કેસમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.  

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ પહેલીવાર 1977માં વિવાદિત જમીનનો પુરાતત્વિક સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. આ ટીમમાં કેકે મુહમ્મદ નિરીક્ષક હતા. ત્યાર બાદ 2003માં પણ ફરી એકવાર ASIએ ઈલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર વિવાદીત જમીન પર ખોદકામ કર્યું હતું .

ASIની આ ટીમે અયોધ્યાની વિવાદીત જમીન પર વૈજ્ઞાનિક પરિક્ષણ કર્યું હતું. જેના આધારે વિવાદીત માળખા નીચેથી પ્રાચિન મંદિરના અવાસેશો હોવાનો દાવો કર્ય્હો હતો. આ દાવો કેકે મુહમ્મદની ટીમે કરેલા સર્વેક્ષણને મળતો હતો. બાબરી મસ્જીદની નીચે મંદિરના પક્ષમાં અવશેષો હોવાના આ દાવાએ જ 2010 ઈલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

કે.કે. મોહમ્મદે શું કહ્યું?

ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ વિભાગના પૂર્વ ક્ષેત્રીય નિર્દેશક કે.કે. મોહમ્મદે સુપ્રીમ કોર્ટના ચૂકાદા અંગે જણાવ્યું કે,  સર્વોચ્ચ અદાલતમાં ASI દ્વારા પુરાતત્વ અને ઐતિહાસિક પુરાવા જમા કરાવાયા પછી જ કોર્ટ આ અંતિમ નિર્ણય પર પહોંચી છે. મેં જ્યારે કહ્યું હતું કે, બાબરી મસ્જિદથી પહેલા અહીં રામ મંદિર હતું તો લોકોએ મારી ભારે ટીકા કરી હતી. મને ધમકીઓ મળી હતી. આજે એ જ નિર્મય આવ્યો છે, જેની મને આશા છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

મુખ્ય ન્યાયાધિશે અયોધ્યા રામ જન્મભૂમિ જમીન વિવાદનો ચૂકાદો સંભળાવતા કહ્યું કે, બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી. 1949માં અહીં બે મૂર્તિઓ મુકવામાં આવી હતી. બાબરી મસ્જિદ હિન્દુ માળખા પર ઊભી કરવામાં આવી હતી. આ મસ્જિદ સમતળ સ્થાન પર બનાવાઈ ન હતી. ASIના ખોદકામમાં 12મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા છે. આ પુરાવાને નજરઅંદાજ કરી શકાય નહીં. ખોદકામમાં ઈસ્લામિક સ્થાપત્યના પુરાવા મળ્યા નથી. પૂરાતત્વ ખાતાને ખોદકામમાં મળેલા દસ્તાવેજોને ફગાવી શકાય નહીં.

સાથે જ સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે, મુસ્લિમ પોતાના પુરાવાથી એ સાબિત કરી શક્યા નથી કે વિવાદિત જમીન પર તેમનો જ એકાધિકાર હતો. અલાહાબાદ હાઈકોર્ટનો એ આદેશ જેમાં સુન્ની વકફ બોર્ડને જમીનના ભાગલાનો આદેશ ખોટો હતો.

આમ સૌપ્રથમવાર અયોધ્યામાં આવેલી વિવાદાસ્પદ બાબરી મસ્જિદની નીચે ભવ્ય મંદિર હોવાના પુરાવા આપનારા કે કે મુહમ્મદના અહેવાલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

જુઓ આ વીડિયો પણ : અયોધ્યાચૂકાદા બાદ 5 જજોની સુરક્ષામાં વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન