જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પરિવારજનોએ કોના પર કર્યો આક્ષેપ, જુઓ આ વીડિયોમાં

અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ગોળી મારીને હત્યા કરી દેવામં આવી છે. કચ્છના સામીખિયાળી પાસે ચાલું ટ્રેનમાં કોઇ અજાણ્યા સખ્શોએ જયંતિ ભાનુંશાળીને ગોળી મારી તેમની હત્યા કરી દીધી છે. લાશને રેલવે પોલીસ માળિયા મીયાણા ખાતે સોંપવામાં આવી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. હાલ જયંતિભાઈ ભાનુશાળીનો મૃતદેહ માળીયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
Gujarat: Former BJP MLA Jayantilal Parshottam was shot dead by unknown assailants onboard Sayji Nagri Express between Kataria-Surbari stations, last night; Police investigation underway
— ANI (@ANI) January 8, 2019
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના કદાવર નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદેશ ભારતના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કેટલાક અજાણ્યા સખ્શો ટ્રેનમાં સવાર થઇ તેમની આંખમાં અને છાતિમાં ગોળીઓ મારી હતી. તમને જણાવી દઇએ કે, એક ગોળી છાતીમાં અને એક ગોળી ભાનુશાલીની આંખમાં વાગી હતી. કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. તેઓ ટ્રેન નંબર 19116માં સવાર હતા.
હાલ અત્યાર સુધીની જે વિગતો મળી રહી છે તે તમને જણાવીએ તો આ હત્યા અંગત અદાવતમાં કરવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં મોરબી જિલ્લાના પોલીસ વડા સહિત પોલીસ કાફલો તૈનાત થઇ ગયો છે. આ મામલે એફએસલની પણ મદદ લેવામાં આવી રહી છે.
કથિત સેક્સ કૌભાંડમાં જયંતિ ભાનુશાળીનું નામ આવ્યું
ગુજરાત ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ભૂતપૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીના કથિત સેક્સ કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું આ મામલે તેમની સીડી બહાર આવતા ચકચાર મચી હતી. સુરતની એક યુવતીએ જયંતિ ભાનુશાલી સામે સરથાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ મામલે સુરત ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી હતી. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેશન ડિઝાઇનિંગના કોર્ષમાં એડમિશન માટે તેણીના એક સગા મારફતે તેણીનો સંપર્ક જયંતિ ભાનુશાલી સાથે થયો હતો. જયંતિ ભાનુશાલીએ એડમિશન અપાવવાના બહાને તેને અમદાવાદ બોલાવી હતી અને ગાડીમાં બેસાડીને ગાંધીનગર તરફ લઈ ગયા હતા. રસ્તામાં તેમણે ગાડી ઉભી રાખીને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો બીભત્સ વીડિયો ક્લિપિંગ પણ ઉતારી લીધી હતી.