Former CBI Director Alok Verma Resigns From Service
  • Home
  • Featured
  • CBI ચીફ પદ પરથી હટાવ્યા’તા આલોક વર્માને, ફાયરબ્રિગેડના DG ના બન્યા

CBI ચીફ પદ પરથી હટાવ્યા’તા આલોક વર્માને, ફાયરબ્રિગેડના DG ના બન્યા

 | 4:03 pm IST

હાર્ડ પાવર્ડ સિલેકશન કમિટી દ્વારા સીબીઆઈ ડાયરેકટર પદ પરથી હટાવીને બદલી કર્યાના એક જ દિવસ બાદ આલોક વર્માએ સરકારને રાજીનામું આપી દીધું છે. વર્માની બદલી કરતાં તેમને ફાયર સર્વિસીસના ડાયરેકટર બનાવી દીધા હતી પરંતુ પહેલાં તો તેમણે ચાર્જ સંભળવાની ના પાડી દીધી અને ત્યારબાદ રાજીનામું આપી દીધું.

અરૂણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ કેડરમાંથી 1979 બેચના IPS ઓફિસર આલોક વર્મા સીબીઆઈના 27મા ડાયરેકટર હતા. તેઓ દિલ્હી પોલીસના કમિશ્નર પણ રહી ચૂકયા હતા. 31મી જાન્યુઆરીના રોજ તેઓ રિટાયર થવાના હતા. વર્મા 1 ફેબ્રુઆરી, 2017ના રોજ સીબીઆઈ ડાયરેકટર બન્યા હતા. તેમનો કાર્યકાળ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો અને આખરે ભ્રષ્ટાચારના આરોપોને લઇ તેમને 2 વર્ષના નક્કી કાર્યકાળ પહેલાં જ હટાવી દીધા.

વર્મા અને સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાના બંને એ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ મૂકયા હતા. ત્યારબાદ અસ્થાનાની વિરૂદ્ધ FIR પણ થઇ. આ વિવાદ એટલો વધી ગયો કે સરકારે બંને ઓફિસરોને જબરદસ્તી રજા પર મોકલી દીધા. તેની વિરૂદ્ધ વર્મા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને 8 જાન્યુઆરીના રોજ કોર્ટે તેમને ડાયરેકટર પદ પર ફરીથી સ્થાપિત કરી દીધા પરંતુ સિલેકશન કમિટિને સપ્તાહની અંદર તેમના પર લાગેલા આરોપો પર નિર્ણય લેવાનો નિર્દેશ પણ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી અને કૉંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સીકરની સભ્યતાવાળી પેનલે વર્માને ડાયરેકટર પદ પરથી હટાવી દીધા. પેનલે તેમની બદલી કરીને તેમને ફાયર સર્વિસીસના ડાયરેકટર જનરલ બનાવાનો આદેશ આપ્યો. આપને જણાવી દઇએ કે સીબીઆઈ ડાયરેકટરની નિમણૂક વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઇની હાઇપાવર્ડ કમિટી કરે છે. વર્માવાળા કેસમાં સીજેઆઇ ગોગોઇની બેન્ચે નિર્ણય પ્યો હતો, તેના સીજેઆઇ એ પેનલમાંથી પોતાને હટાવી પોતાની જગ્યાએ જસ્ટિસએ.કે.સીકરીને મોકલ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન