Former CBI Director Nageswara Nao Muzaffarpur Case in Supreme Court
  • Home
  • India
  • નાગેશ્વર રાવે પુછ્યું ઘરે જાઉં? CJIએ કહ્યું કંઈક એવું કે અધિકારીઓ પાછા છેલ્લી બેંચે જઈ બેસી ગયા

નાગેશ્વર રાવે પુછ્યું ઘરે જાઉં? CJIએ કહ્યું કંઈક એવું કે અધિકારીઓ પાછા છેલ્લી બેંચે જઈ બેસી ગયા

 | 8:43 pm IST

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ સાથે સંબંધિત સુપ્રીમ કોર્ટની અવમાનનાના કેસમાં સીબીઆઈના પૂર્વ અંતરિમ ડાયરેક્ટર નાગેશ્વર રાવની માફીનો સુપ્રીમ કોર્ટે અસ્વિકાર કર્યો છે. એટલું જ નહીં રાવને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને સાથો સાથ આદેશ કર્યો છે કે જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી ચાલે ત્યાં સુધી તેમને કોર્ટની અંદર જ પાછલી બેંચે બેસી રહેવું પડશે. નાગેશ્વર રાવની સાથે બીજા પણ એક અધિકારીઓએ કોર્ટમાં બેસી રહેવું પડ્યું હતું.

રજા માંગવા જતા સુપ્રીમ વધુ આકરી બની

બંને અધિકારીઓ બપોર સુધી બેસી રહ્યાં બાદ ફરી એકવાર કોર્ટ સામે આવ્યા હતાં અને તેમની તરફથી એટર્જી જનરલે દલીલ આપી હતી કે, આ બંને અધિકારીઓએ પોતાની સજા ભોગવી લીધી છે. હવે તેમને જવા દેવામાં આવે. જેના પર કોર્ટે વધારે આકરૂ વલણ દાખવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઈના બંને વરિષ્ઠ અધિકારીઓને કહ્યું હતું કે, આ સજા તમારી છે. તમને કોર્ટની કાર્યવાહી ચાલે ત્યાં સુધી બેસવાનું કહેવામાં આવ્યું છે.

કોર્ટે કહ્યું હતું કે, શું તમે ઈચ્છો છો કે અમે આવતી કાલે પણ કોર્ટની કાર્યવાહી ચાલે ત્યાં સુધી તમારી સજા વધારી દઈએ? કોર્ટની આ આકરી ટિપ્પણી સાંભળી નાવેશ્વર રાવ અને ભાસુરન ચુપચાપ પોતાની સીટ પર જઈને બેસી ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસની તપાસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના કરવાના આદેશ કર્યો હતો. પણ સીબીઆઈના તત્કાલીન પૂર્વ અંતરિમ ડાયરેક્ટર નાગેશ્વર રાવે આ અધિકારીની બદલી કરી હતી. આ મુદ્દાને સુપ્રીમ કોર્ટની અવમાનના ગણાવતા નાગેશ્વર રાવ અને એસ ભસૂરનને સજા કરી હતી.

ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઈની આકરી ટિપ્પણીઓ બાદ એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું હતું કે, જો તમે નાગેશ્વર રાવને સજા સંભળાવશો તો, તેમની કારકિર્દી પર ખરાબ અસર થશે. તે છેલ્લા 32 વર્ષથી સેવા આપી રહ્યાં છે.

જેના પર CJIએ ટિપ્પણીએ કરતા કહ્યું હતું કે, તમે એ કેવી રીતે વિચારી શકો કે લીગલ એડવાઈઝ અપ્રુવલ પછી મળી. DoPTએ આ ઓર્ડરને આપ્યો જે નાગશ્વર રાવની સહી બાદ જ નક્કી થયો હતો. આ મામલે લીગલ એડવાઈઝ સાચી હતી કે સુપ્રીમ કોર્ટને આ મામલે જાણ કરવામાં આવે.

CJIએ કહ્યું કે, નાગેશ્વર રાવે કોર્ટની અવમાનના કરી છે. આ નિર્ણયથી રાવની કારકિર્દી પર સીધી અસર પડશે. અમે તેમની માફી સ્વિકારી લઈએ અને તેમને સજા ના આપીએ તો પણ તેમને એ વાત સ્વિકારવી જ પડશે કે તેમણે કોર્ટની અવમાનના કરી જ છે. CJI કડક શબ્દોમાં કહ્યું હતું કે, રાવે અમને આ મામલે સૂચના આપવાનું પણ યોગ્ય ના ગણ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.