જ્યારે પાકિસ્તાનના ચીફ જસ્ટિસે તો રસ્તા પર ઉતરવું પડ્યું હતું - Sandesh
  • Home
  • World
  • જ્યારે પાકિસ્તાનના ચીફ જસ્ટિસે તો રસ્તા પર ઉતરવું પડ્યું હતું

જ્યારે પાકિસ્તાનના ચીફ જસ્ટિસે તો રસ્તા પર ઉતરવું પડ્યું હતું

 | 5:07 pm IST

ભારતના ન્યાયતંત્રના ઈતિહાસમાં ક્યારેય ના ઘટી હોય તેવી ઘટના આજે ઘટી છે. સૌપ્રથમવાર સુપ્રીમ કોર્ટના 4 સિટિંગ જજોએ ન્યાયપાલિકા પર સવાલ ખડાં કરતા મીડિયા સમક્ષ આવ્યાં હતાં. જેનાથી દેશભરમાં ભૂકંપ સર્જાયો હતો. આનાથી પણ વરવી કહી શકાય તેવી ઘટના પાડોશી દેશ પાકિસ્તાનમાં ઘટી હતી. પાકિસ્તાનમાં તો તેની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ખુદ રસ્તા પર ઉતરી આવ્યા હતાં.

9 માર્ચ, 2007ના રોજ સત્તાપલટો કરી જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યાં હતાં. રાષ્ટ્રપતિ બન્યા બાદ તુરંત જ તેમણે પાકિસ્તાનના તત્કાલિન મુખ્ય ન્યાયાધિશ ઈફ્તખાર મોહમ્મદ ચૌધરીને પદ પરથી રાજીનામું આપવા કહ્યું હતું. જસ્ટિસ ચૌધરીએ રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે ના માત્ર રાષ્ટ્રપતિની વાત માનવાનો ઈનકાર કર્યો પરંતુ તેમના વિરૂદ્ધ અવાજ પણ ઉઠાવ્યો. ચૌધરીના સમર્થનમાં પાકિસ્તાનના વકીલ પણ આવ્યાં હતાં. અંતે આ એક મૂવમેંટ બની ગઈ હતી અને ન્યાયિક સ્વતંત્રતાની માંગણી ઉઠવા લાગી. ચૌધરીના એક જ અવાજ પર પાકિસ્તાનના લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. આ મુહિમને લોકતંત્ર બચાવવાનું અભિયાન ગણાવાયું.

ચિફ જસ્ટિસ ચૌધરી પર અયોગ્ય વ્યવહાર કરવાના અને પદનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવાની રાજીનામું માંગવાની ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. ચૌધરીએ રાજીનામું આપવાનો ઈનકાર કરતા આખરે મુશર્રફ સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા હતાં.

ચૌધરીને સસ્પેન્ડ કરવાની ઘટનાએ લોકોમાં વધુ રોષ ફેલાવ્યો. લાહોરના બાર એસોશિએશન અને વકીલોના અન્ય સંગઠનો પણ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. પોલીસ અને વકીલો વચ્ચે ઠેરઠેર અથડામણોની ઘટનાઓ ઘટી. વકીલોએ ચૌધરીના સસ્પેન્સનને ગેરકાયદે ગણાવ્યું હતું. આખા પાકિસ્તાનમાં અદાલતોનો બહિષ્કાર કરવામાં આવ્યો. પોલીસ દ્વારા ચૌધરીને ધક્કે પણ ચડાવવામાં આવ્યાં હતાં. જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં હતાં.

જુન 2005માં ચીફ જસ્ટિસ બનેલા ચૌધરીનો કાર્યકાળ 2013માં પુરો થતો હતો. પરંતુ મુશર્રફે સમય પહેલા જ મુખ્ય ન્યાયાધિસને સસ્પેન્ડ કરી દેતા દુનિયાભરમાં પરવેઝ મુશર્રફની ભારે ટીકા થઈ હતી.