former-cm-shankarsinh-vaghela-house-servant-couple-theft-cash-and-jwellery
  • Home
  • Featured
  • ગાંધીનગરમાં પૂર્વ CMના બંગલામાં ચોરી, 12 તોલા સોનુ અને 3 લાખની રોકડ લઇને ઘરઘાટી ફરાર

ગાંધીનગરમાં પૂર્વ CMના બંગલામાં ચોરી, 12 તોલા સોનુ અને 3 લાખની રોકડ લઇને ઘરઘાટી ફરાર

 | 10:15 am IST

રાજ્યમાં વધી રહેલી ક્રાઇમની ઘટનાઓને વચ્ચે સામાન્ય જનતા જ નહીં હવે સરકારી મંત્રીઓ પણ સુરક્ષિત નથી. હાલ ગાંધીનગરમાં પૂર્વ CM શંકરસિંહના બંગલામાં ચોરીના અહેવાલ મળી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડામાં કામ કરતું ઘરઘાટી દંપતી 12 તોલા સોનુ અને રોકડ રૂપિયા 3 લાખ લઇ ફરાર થઈ ગયું છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર- રાંધેજા રોડ પર આવેલા નિવાસ સ્થાન વસંત વગડા બંગલામાં છેલ્લા ચાર વર્ષથી બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુરખા અને તેની પત્ની શારદા ઘરઘાટી તરીકે કામ કરતા હતા. દંપતી બાળકો સાથે વસંત વગડામાં જ રહેતા હતાં.

પરંતુ શંકરસિંહની બહેનના દીકરાના લગ્નમાં વ્યવહાર માટે આશરે ત્રણ લાખ અને 12 તોલા સોનાના દાગીના ઘરમાં મુક્યા હતા. ઓક્ટોબર 2018માં શંભુ તેના બાળકોને નેપાળ ભણવા મૂકવા જવાનું કહી પત્ની સાથે વતનમાં ગયો હતો. પરંતુ જ્યારે 7 ફેબ્રુઆરી 2019એ લગ્ન પ્રસંગ આવતા ઘરમાં રહેલા રોકડ અને દાગીના લેવા જતા જણાયા ન હતાં. ત્યારે ઘરમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું.

ઘટનાને પગલે પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે, તેઓ નેપાળ ગયા પછી તેમને પાછા બોલાવવામાં આવ્યા હતો, પરંતુ તેઓ આવ્યા નહોતા, જેથી ચોરીની સોય તેમના પર આવે છે.

આ સિવાય જાણવા મળી રહ્યું છે કે, જે રૂમમાં દાગીના અને રોકડ મૂકી હતી તે રૂમની સાફસફાઈ શંભુ અને તેની પત્ની કરતા હતા. શંભુને ફોન કરી પરત આવવાનું કહેતા હું પરત આવી જઈશ તેમ કહ્યું હતું છતાં પરત આવ્યો ન હતો. જેથી આ ઘરઘાટી દંપતી જએ જ ચોરી કરી હોઈ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન