વિજય નહેરાએ ભાવુક થઈને અમદાવાદીઓનો માન્યો આભાર, કહ્યું- મારા અસ્તિત્વનો…

IAS વિજય નહેરાની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં જ અમદાવાદીઓમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો. અને ગંદી રાજનીતિના કારણે વિજય નહેરાની બદલી કરવામાં આવી હોવાનું લોકોએ જણાવ્યું હતું. પણ બદલી થતાં જ અમદાવાદીઓએ વિજય નહેરાના સમર્થનમાં અભૂતપુર્વ પ્રતિસાદ આપ્યો હતો. જેને લઈ ખુદ વિજય નહેરા પણ ભાવુક થઈ ગયા હતા. અને અમદાવાદ છોડીને જતાં પહેલાં તેઓએ અમદાવાદનો આભાર માન્યો હતો.
THANK YOU AHMEDABAD 🙏🙏 pic.twitter.com/ayo1Yk3sYm
— Vijay Nehra (@vnehra) May 18, 2020
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મારા સમયગાળાને સફળ અને યાદગાર બનાવવા બદલ આભાર અમદાવાદ. તમે બધાએ જે અદભૂત સમર્થન આપ્યું છે તેનાથી આપણે ભેગા મળીને 2 વર્ષની અંદર ઘણી વસ્તુઓ હાંસલ કરી શક્યા છીએ. મેં જે આપ્યું છે તેના કરતાં વધારે મને મળ્યું છે. તમે બધાએ મને જે પ્રેમ અને આદર આપ્યો છે તે બદલ આપ તમામનો આભાર. હું જે લાયક છું તેનાં કરતાં તે ખુબ જ વધારે છે. અમદાવાદ સિટી હવે હંમેશાના માટે અસ્તિત્વનો અવિભાજ્ય ભાગ બની રહેશે. બાય બાય અમદાવાદ.
છેલ્લા ઘણા વર્ષોમાં કદાચ વિજય નહેરા પહેલાં એવાં મ્યુનિસિપલ કમિશનર હશે કે જેઓને અમદાવાદીઓ દ્વારા આટલો અભૂતપુર્વ પ્રેમ અને સન્માન મળ્યા હોય. અમદાવાદમાં હાલનાં કોઈ નેતાને નહીં મળ્યો હોય તેવો પ્રેમભાવ અને સમર્થન અમદાવાદીઓએ વિજય નહેરા માટે દર્શાવ્યું હતું. અમદાવાદીઓ માટે તે એક પ્રકારે હીરો બની ગયા હતા. પણ બીજી બાજુ એ છે કે વિજય નહેરાની બદલી સત્તા પક્ષ માટે એક આંચકારૂપ બની રહેશે. કેમ કે, નહેરાની બદલી થવાને કારણે લોકોમાં શાસક પક્ષ વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. જે આગામી સમયમાં અમદાવાદ અને રાજ્યની ભાજપ સરકાર માટે નુકસાનરૂપ સાબિત થઈ શકે છે.
આ વીડિયો પણ જુઓઃ અમદાવાદીઓ માટે સારા સમાચાર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન