Former Congress MLAs started Preparation to Get Tickets in By Poll Elections
  • Home
  • Featured
  • પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યોની ટિકિટ માટે લોબિંગ, શરૂ કર્યાં સચિવાલયનાં આંટાફેરા

પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યોની ટિકિટ માટે લોબિંગ, શરૂ કર્યાં સચિવાલયનાં આંટાફેરા

 | 7:26 pm IST

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ખતમ થયા બાદ હવે ખાલી પડેલી સીટો પર પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજાઈ શકે તેવી શક્યતાઓ છે. તેવામાં હવે પેટાચૂંટણીમાં ટિકિટો માટે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યોએ સચિવાલય અને ભાજપ ઈન્ચાર્જનાં આંટાફેરા શરૂ કરી દીધા છે. અને ટિકિટ મેળવવા માટે બંધબારણે બેઠક કરી રહ્યા છે.

કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા બાદ ધારાસભ્યોએ સચિવાલય ખાતે આંટાફેરા શરૂ કર્યા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં પોતાના વિસ્તારના પેન્ડિંગ કામો પૂરા કરવા માટે પૂર્વ ધારાસભ્યો મંત્રીઓ સાથે મુલાકાત કરી છે. તો પેટાચૂંટણીમાં પોતાને ફરીથી ટિકિટ મળે તે માટે પણ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ નીતિન પટેલ સહિતનાં મંત્રીઓ પાસે પોતાના વિસ્તારના 20 કરોડ કરતાં પણ વધુ રકમનાં કામો પૂરા કરવા માટે પહોંચ્યા હતા. એટલું જ નહીં લીંબડીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર સોમા પટેલે સચિવાલય પહોંચ્યા હતા.

તો બીજી બાજુ ભાજપના ગઢડા બેઠકના પ્રબળ દાવેદાર એવાં આત્મારામ પરમારે ગઢડા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ કુંવરજી બાવળિયા સાથે બંધબારણે બેઠક કરી હતી. ભાજપ આત્મરામ પરમારને ટિકિટ આપી શકે તેવી શક્યતા છે. જ્યારે ધારીથી રાજીનામું આપનારા જેવી કાકડિયા પણ ચૂંટણી ઇન્ચાર્જ ધનસુખ ભંડેરી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતા. ગઇકાલે પણ ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુંએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. જો કે આઠ બેઠકો પૈકી સોમા પટેલ, પ્રવીણ મારુંએ હજી સુધી ભાજપનો કેસરીયો ધારણ કર્યો નથી.

આ વીડિયો પણ જુઓઃ વડોદરા જિલ્લાના વાતાવરણમાં પલટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન