Former Cricketer and BJP MP Gautam Gambhir may pick up stake in Delhi Capitals
  • Home
  • Sports
  • Cricket
  • જે ટીમે અધવચ્ચેથી જ કપ્તાની ઝુંટવી લીધી હતી તેનો જ માલિક બનશે ભારતનો આ ક્રિકેટર

જે ટીમે અધવચ્ચેથી જ કપ્તાની ઝુંટવી લીધી હતી તેનો જ માલિક બનશે ભારતનો આ ક્રિકેટર

 | 5:47 pm IST

વર્ષ 2017માં IPLમાં દિલ્હી કેપિટલ્સની સતત હાર બાદ ગૌતમ ગંભીરે અધવચ્ચે જ ટીમની કપ્તાની છોડી દીધી હતી. પરંતુ હવે ગંભીર આ ટીમનો જ માલિક બનવાનું વિચારી રહ્યો છે. અહેવાલ અનુંસાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ટૂંક સમયમાં જ દિલ્હી કેપિટલ્સ ટીમના સહમાલિક બને તેવી શક્યતા છે.

દિલ્હી કેપિટલ્સમાં JSW સ્પોર્ટ્સ અને GMR ગ્રુપ પાસે 50-50 ટકા ભાગીદારી છે. જેમાં ભાગીદારી ખરીદવા ગંભીર છેલ્લા 2 મહિનાથી વાતચીત ચલાવી રહ્યો છે. તે દિલ્હી કેપિટલ્સમાં 10 ટકા ભાગીદારી ખરીદી શકે છે, જેની રમક 100 કરોડ રૂપિયા થવા જાય છે.

ગૌતમ ગંભીરે વર્ષ 2017માં કોલકાતા નાઇટ રાઇડર્સનો સાથ છોડીને દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે તે આખી સિઝનમાં સાવ ફ્લોપ રહ્યો હતો અને ગત વર્ષે તેને રિલીઝ કરી દીધો હતો. છતા ગંભીરનો પોતાની ઘરેલું ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સથી મોહ ખતમ થયો નથી. તે ફરી આ ટીમ સાથે જોડાવવાની તૈયારીમાં છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુકેલો ગંભીર આ વખતે ટીમ માલિકના રુપમાં જોવા મળી શકે છે.

ઇસ્ટ દિલ્હીથી સાંસદ ગૌતમ ગંભીર દિલ્હી કેપિટલ્સમાં 10 ટકા શેર ખરીદવાનો છે. ગત વર્ષે જેએસડબલ્યુ ગ્રૂપે 550 કરોડ રુપિયામાં આ ટીમના 50 ટકા શેર ખરીદ્યા હતા. જ્યારે અન્ય 50 ટકા શેર જીએમઆર ગ્રૂપ પાસે છે. ગંભીરે 10 ટકા શેર માટે લગભગ 100 કરોડ રુપિયા આપવા પડશે. ગંભીર હાલ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલમાંથી ક્લિયરેન્સ મળવાની રાહ જોઈ રહ્યો છે. જોકે ગંભીરે હજુ સુધી આ મુદ્દાને લઈને કોઈ જ ખુલાસો કર્યો નથી.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર અને 2011ના વર્લ્ડકપના હિરો ગૌતમ ગંભીરે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સાથે શરુઆત કરી હતી. જોકે ત્રણ વર્ષ બાદ તે કોલકાતા નાઇટ રાઇડર્સમાં સામેલ થયો હતો. ગંભીરની કપ્તાની હેઠળ જ કોલકાતા બે વાર ચેમ્પિયન બનાવ્યું હતું.

2017માં તે દિલ્હીની ટીમમાં ફરેથી જોડાયો હતો. જોકે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે સિઝનની વચ્ચે ગંભીર પાસે કેપ્ટનશિપ લઈને શ્રેયસ ઐયરને આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન